Not Set/ હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, શત્રુઘ્નસિંહ-યશવંતસિંહા મળવા પહોંચશે

અમદાવાદ ખેડુતના હક્કો અને પાટીદારોને અનામત આપવાની માંગણીને લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે(મંગળવાર) 11મો દિવસ છે. હાર્દિક જ્યારથી ઉપવાસ પર ઉતર્યો છે ત્યારથી તેને મળવા રાષ્ટ્રીય નેતા આવી રહ્યાં છે ત્યારે હવે ઉપવાસના સમર્થનમાં ભાજપના નેતા અને સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા તેને મળવા આવશે. ભાજપના નેતા સિવાય ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સુરેશ […]

Top Stories
ahd .hardik patel 1 હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, શત્રુઘ્નસિંહ-યશવંતસિંહા મળવા પહોંચશે

અમદાવાદ

ખેડુતના હક્કો અને પાટીદારોને અનામત આપવાની માંગણીને લઇને પાટીદાર નેતા હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે(મંગળવાર) 11મો દિવસ છે. હાર્દિક જ્યારથી ઉપવાસ પર ઉતર્યો છે ત્યારથી તેને મળવા રાષ્ટ્રીય નેતા આવી રહ્યાં છે ત્યારે હવે ઉપવાસના સમર્થનમાં ભાજપના નેતા અને સાંસદ શત્રુઘ્નસિંહા અને પૂર્વ કેન્દ્રિયમંત્રી યશવંતસિંહા તેને મળવા આવશે.

ભાજપના નેતા સિવાય ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતા પણ હાર્દિકને મળવા આવશે.

આ દરમિયાન હાર્દિકની તબિયત ખરાબ થતા સોમવારે સાંજે હાર્દિકના ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલના સીએમઓ ડો પ્રદીપ પટેલ ટીમ સાથે હાર્દિક પાસે પહોંચ્યા હતા. પરંતુ હાર્દિકે કોઈપણ જાતના મેડિકલ ટેસ્ટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો.

બીજી તરફ હાર્દિકની તબિયત ખરાબ થતાં સરકારે ઇમરજન્સી સર્વિસ ઉપવાસના સ્થળની બહાર તૈનાત કરી છે. સરકારે એક આઈસીયુ ઓન વ્હિલ તૈનાત કરી છે તેમાં 4 કર્મચારીઓ હાજર રહેશે. આઈસીયુમાં ઓક્સિજન, બોટલ ચડાવવાની સુવિધા અન્ય ઈમરજન્સી દવાઓનો સ્ટોક રાખવામાં આવશે.