ગુજરાત/ હાર્દિક પટેલે ખોડલધામ નરેશ પટેલને લખ્યો પત્ર, આ બાબતે આપ્યું આમંત્રણ

હાર્દિક પટેલે સરકાર ખેડૂતો, વેપારીઓને સરકાર પરેશાન કરતી હોવાના આરોપ લગાવ્યો છે. તેમજ સત્તાપક્ષ પૈસા અને સરકારી પ્રશાસનના જોરે બેફામ બન્યાનો આરોપ પણ લગાવ્યો છે .

Top Stories Ahmedabad Gujarat
નરેશ પટેલને
  • હાર્દિક પટેલનું નરેશ પટેલને આમંત્રણ
  • કોંગ્રેસમાં જોડાવા નરેશ પટેલને આમંત્રણ
  • આમંત્રણ મામલે નરેશ પટેલની પ્રતિક્રિયા
  • મને દરેક પક્ષ તરફથી આમંત્રણ મળતા હોય છે
  • હું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશ

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે ખોડલધામના ચેરમેન નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આમંત્રણ આપતો પત્ર લખ્યો છે.જેમા હાર્દિક પટેલે નરેશ પટેલને કોંગ્રેસમાં સક્રિય થવા જણાવ્યું છે.ઉલ્લેખનીય છે કે, પત્રમાં હાર્દિક પટેલે સરકાર ખેડૂતો, વેપારીઓને સરકાર પરેશાન કરતી હોવાના આરોપ લગાવ્યો છે. તેમજ સત્તાપક્ષ પૈસા અને સરકારી પ્રશાસનના જોરે બેફામ બન્યાનો આરોપ પણ લગાવ્યો છે.સાથે જ પત્રમાં આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલ કેસનો ઉલ્લેખ પણ હાર્દિક પટેલે કર્યો છે.ત્યારે હાર્દિક પટેલના આમંત્રણ બાબતે પ્રતિક્રિયા આપતા ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, મને હજુ કોઈ લેખિતમાં આમંત્રણ મળ્યું નથી. અને મને દરેક પક્ષ તરફથી આમંત્રણ મળતા હોય છે.જેથી હું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશ.

હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું કે, ગુજરાતની અસ્મિતા બચાવવા માટે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય રાજકારણથી મોટી કોઈ સેવા ન હોઇ શકે. આ કોંગ્રેસ નેહરુ અને ગાંધીની પાર્ટી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું કે, તેણે જીગ્નેશ અને કન્હૈયાને જોડ્યા છે. હાલ શાસક પક્ષ પૈસાના જોરે શાસન કરે છે. સરકાર દ્વારા રજુ કરાયેલું ગુજરાતનું વર્ષ 2022-23ના બજેટમાં કોઈ જ નવું કસુ નથી. હાલની સરકાર પાસે નીતિ જ નથી.

આ પણ વાંચો :વુમન્સ ડે સ્પેશિયલ : જાણો આ શોભનાબેન વિશે કે જેઓએ પોતાની મહેનતે કર્યું એવું કે..

આ પણ વાંચો :આર્મીમેન પતિએ પત્ની પર ફાયરિંગ બાદ મહિલાને બંદૂકના હાથાથી માર માર્યો

આ પણ વાંચો :દીકરીના બર્થ-ડે કેક કાપતા પહેલા પિતાએ ખાધો ગળેફાંસો, ઉજવણી ફેરવાઇ માતમમાં

આ પણ વાંચો :બનાસ મેડિકલ કોલેજના વિદ્યાર્થીએ ધાબા પરથી લગાવીમોટની છલાંગ