Political/ ગુજરાત કોંગ્રેસમાં જુના જોગીઓએ વગર કાતરે વેતરાયા યુવા નેતા હાર્દિક પટેલને

ગુજરાત કોંગ્રેસમાં જુના જોગીઓએ વગર કાતરે વેતરાયા યુવા નેતા હાર્દિક પટેલને

Top Stories Gujarat Others
corona 10 ગુજરાત કોંગ્રેસમાં જુના જોગીઓએ વગર કાતરે વેતરાયા યુવા નેતા હાર્દિક પટેલને

ગુજરાત કોંગ્રેસમાં ટીકીટ  વહેચણી ને લઇ ઘમાસાણ મચ્યું છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં ટીકીટ વહેચણીને લઈને ઉહાપોહ જોવા મળ્યો છે. તે સ્પષ્ટ કરે છે કે ટીકીટ વહેચણીના મુદ્દે હાર્દિકને જડમુળથી ઉખેડી નાખવાનો કારસો રચાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

પાટીદાર આંદોલન સમયે  સુરતના  વરાછા વિસ્તાર અને ત્યાના પાટીદારોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. કોંગ્રેસ દ્વારા સુરતના વોર્ડ નંબર-3માં પાટીદાર અનામત આંદોલનમાં સક્રીય એવા ધાર્મિક માલવિયાને ટીકીટ ફાળવવામાં આવી હતી. સાથે છેક છેલ્લી ઘડી સુધી તેની સાથે રહેલી પાસની પેનલને ટીકીટનું  વચન પણ આપવામાં આવ્યું હતું.

પરંતુ બળદ ગાડામાં વરઘોડો કાઢ્યા બાદ અંતિમ ઘડીએ જયારે ધાર્મિક ને જાણ થઈ કે તેની પેનલમાંથી વિલાસ બહેન અને વિજય પાનસૂરિયાને ટિકિટ નથી આપાઈ ત્યારે કોંગ્રેસ માટે લીલા તોરણે જાન પાછી ફરી હોય તેવો ઘાટ સર્જાયો હતો. અને ધાર્મિક ઉમેદવારી નોધાવ્યાં વિના જ પરત ફર્યો હતો.

સુરત માં કોંગ્રેસમાં મહાનગર પાલિકાની ચૂંટણીમાં ગતરોજ થયેલો હોબાળાએ સમગ્ર ગુજરાતનું ધ્યાન ખેચ્યું છે. પાટીદાર અનામત આંદોલન બાદ કોંગ્રેસમાં આવેલા હાર્દિક પટેલની હાલત હાલ કોંગ્રેસમાં બાવાના બેય બગડ્યા જેવી થઈ છે.

પાસના નેતાઓને ટીકીટ નહિ ફાળવી કોંગ્રેસે હાર્દિક પટેલને  પોતાનું સ્થાન બતાવી દીધું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. પાસ ના કાર્યકરો અને નેતાઓને કોંગ્રેસે ટીકીટ નહિ ફાળવતા સુરત પાટીદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અને સુરત મહા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ ને હરાવવા અને  અન્ય પાટીદારોના ફોર્મ પણ પરત ખેચવા સુધીની ચીમકી ઉચ્ચારી છે. જો આમ થાય તો ચૂંટણી પહેલા જ સુરત મનપામાં કોંગ્રેસનો સફાયો થઈ જાય તેમ છે.

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે, સુરતમાં ચોક્કસ ગ્રુપનો હાથો બનીને ટીકીટોની વહેંચણી કરવામાં આવી અને તેમાં હાર્દિક પટેલના સાથીદરો એવા પાસના યુવાનોને ટીકીટ કાપી નાખવામાં આવી છે. સુરત જ નહીં પણ અમદાવાદ, વડોદરા અને રાજકોટ, જામનગર અને ભાવનગરમાં પણ હાર્દિકને ટીકીટોની વહેંચણીમાં શોભાના ગાંઠીયા સમાન બનાવી દેવામાં આવ્યા હોવાની લાગણી કોંગ્રેસીઓમાં જન્મી રહી છે. હવે જોવું રહ્યું કે હાર્દિક કોંગ્રેસને સાથ આપે છે કે પાસના પોતાના જુના સાથીદારોને…!!

Election / સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણ સંગ્રામ, અમિત શાહ, ઓવૈસી અને સિસોદીયા ગુજરાતમાં

Election / જમાલપુરમાં કોંગ્રેસના MLA વિરુદ્ધ પોસ્ટરો,  યુવા નેતાઓને ટિકિટ ન મળતા સ્થાનિકો નારાજ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ