ઉના/ એક સમયના કટ્ટર ફરીફોને ચૂંટણીએ એક મંચ શેર કરવા મજબુર કર્યા…

કયારેય એક બીજાની સામે પણ નહી જોતા કોંગ્રેસ અને ભાજપના એક બીજાના કટ્ટર હરીફ એવા બે નેતાઓ ચૂંટણી સમયે એક જ મંચ ઉપર બિરાજતા જોવા મળ્યા હતા. 

Others
ramnavami 1 10 એક સમયના કટ્ટર ફરીફોને ચૂંટણીએ એક મંચ શેર કરવા મજબુર કર્યા...

રાજકારણમાં કઈ પણ શક્ય છે. કોણ કયારે કોના ખોળામાં જઈ બેસે તે કહી શકાય તેમ નથી. ચૂંટણી આવતા જ પક્ષ પલટાની મોસમ પણ પૂરબહારમાં ખીલી ઉઠે છે. તો ચૂંટણી સમયે નેતાઓ પણ નાત જાત ના ભૂલી જતા હોય છે. તો કેટલાક નેતાઓ પોતાના કટ્ટર હરીફને પણ ગળે લગાવવાનું ચુકતા નથી. કયારેય એક બીજાની સામે પણ નહી જોતા કોંગ્રેસ અને ભાજપના એક બીજાના કટ્ટર હરીફ એવા બે નેતાઓ ચૂંટણી સમયે એક જ મંચ ઉપર બિરાજતા જોવા મળ્યા હતા.

ramnavami 1 9 એક સમયના કટ્ટર ફરીફોને ચૂંટણીએ એક મંચ શેર કરવા મજબુર કર્યા...

આ તસ્વીર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય પૂંજાભાઇ વંશ અને કોંગ્રેસ માંથી ભાજપમાં ગયેલ હરીભાઇ સોલંકી કે જે વર્ષ ૨૦૧૭માં ભાજપ માંથી ધારાસભાની ચુંટણી લડ્યા હતા. આજે એક કાર્યક્રમમાં આ રાજકીય આગેવાનો એક સોફા પર બેસેલા જોવા મળ્યા ત્યારે બન્નેની આંખો સામ સામે ન મળી પરંતુ બન્નેના ચહેરા પર મંદ હાસ્ય જોવા મળ્યુ ત્યારે આ તસ્વીરમાં રાજકારણ સ્પષ્ટ જોવા મળી રહ્યું હોવાનો ઘાટ જોવા મળી રહ્યો હતો.

નોધનીય છે કે, ઊના સરકારી હોસ્પીટલ ખાતે ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આઈ. કે.ડી. આર.સી. અમદાવાદ દ્વારા સંચાલિત ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત અત્યાધુનિક ડાયાલિસિસ સેન્ટરનું ઈ લોકાર્પણ સમારોહ તેમજ રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ટીબી પ્રિવેન્ટિવ થેરાપીનું રાજ્ય વ્યાપી અમલીકરણ અને વૈશ્વિક યુવા તમાકુ સર્વે ચાર, ફેક્ટરશીટ ગુ. વિમોચન ઈ લોકાર્પણમાં ઋષિકેશભાઈ પટેલ મંત્રી આરોગ્ય અને પરિવાર કલ્યા એ વેરચ્યુલ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને ભાજપમાં ગયેલ હરીભાઇ સોલંકી એક જ મંચ ઉપર જોવા મળ્યા હતા.

આ બંને હરીફો ઉપરાંત આ કાર્યક્રમમાં  તાલુકા પંચાયત પાંચીબેન સામતભાઈ ચારણીયા, ચંદ્રશભાઈ જોશી, સદસ્ય જિલ્લા પંચાયત હરિભાઈ સોલંકી, સદસ્ય જિલ્લા પંચાયત રૂડાભાઈ શિંગડ, સુનિલભાઈ મુલચંદાની, મનોજભાઈ બાંભણિયા, અરજણભાઇ મજીઠીયા, કાનજીભાઇ સાખટ, લખમણભાઇ ડાભી, રસીકભાઈ ચાવડા, મિતેશભાઈ શાહ સહીત સામાજિક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. તેમજ આ કાર્યક્રમમાં મેડિકલ ડાયરેક્ટર ડો.વિનીત મિશ્રા, અધિક્ષક સરકારી હોસ્પિટલના ડો.એન.કે.જાદવ, ડો.એન.કે.મિશ્રા, ડો.યોગેશ જેઠવા, ડો.વિપુલ ડુમાતર, ડો.પંપનીયા, જે. ડી. ભેટારિયા, તેમજ ઇમરજન્સી ૧૦૮ સ્ટાફ, મેડિકલ સ્ટાફ, નોન મેડિકલ સ્ટાફ સહીત ઉપસ્થિત રહ્યાં હતા.

દુ:ખદ/ મહીસાગર નદીમાં ડૂબી જતા ૩ યુવકોના કરુણ મોત

National/ ભારતમાં પણ શ્રીલંકા જેવી સ્થિતિ?: આ રાજ્ય ભારે દેવાદાર, શું મફત વિતરણ પર પ્રતિબંધ મૂકવો યોગ્ય રહેશે?