Not Set/ હરિયાણા/ 12 વર્ષની માસૂમ બાળા પર નરાધમોએ ગુજાર્યો સામૂહિક દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

કરનાલમાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે બુધવારે 11 ડિસેમ્બરનાં રોજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્યને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સ્ટેશન ઇન્ચાર્જ હરજિન્દરસિંહે જણાવ્યું હતું કે, પીડિત બાળકીની ફરિયાદનાં આધારે ચાર લોકોએ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આઈપીસીની સંબંધિત કલમ અને […]

Top Stories India
rape minor.jpg2 હરિયાણા/ 12 વર્ષની માસૂમ બાળા પર નરાધમોએ ગુજાર્યો સામૂહિક દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ

કરનાલમાં 12 વર્ષની બાળકી સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે બુધવારે 11 ડિસેમ્બરનાં રોજ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ત્રણ અન્યને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. સ્ટેશન ઇન્ચાર્જ હરજિન્દરસિંહે જણાવ્યું હતું કે, પીડિત બાળકીની ફરિયાદનાં આધારે ચાર લોકોએ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આઈપીસીની સંબંધિત કલમ અને જાતીય ગુનાઓથી બાળકોનું સંરક્ષણ (POCSO) અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. તપાસની કાર્યવાહી હાથ ધરવા માટે પોલીસ ટીમો બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું, “પીડિતાની મેડિકલ તપાસ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે. સગીર બાળકીને બાળ કલ્યાણ સમિતિ (સીડબ્લ્યુસી) દ્વારા કાઉસિલિંગ કરવામા આવી. પોલીસ કેસની વધુ તપાસમાં રોકાયેલ છે. 7 ડિસેમ્બરમાં કાનપુરમાં સગીર સાથે સામુહિક દુષ્કર્મની આવી જ એક ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ 17 વર્ષની બાળકીએ તેના દુપટ્ટાથી ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

પાંચ ડિસેમ્બરે બિહાર દરભંગામાં એક 5 વર્ષની બાળકી પર ઓટો ચાલકે દુષ્કર્મ ગુજાર્યો હતો. દરભંગાની પીડિત યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની હાલત ચિંતાજનક છે. પોલીસે પણ તાત્કાલિક કાર્યવાહી કરી મોડીરાત્રે આરોપીની ધરપકડ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.