Not Set/ HCL ટેકનોલોજીએ 12,700 કરોડમાં ખરીદી IBM ની સોફ્ટવેર પ્રોડક્ટ્સ

આઈટી કંપની HCL ટેકનોલોજીએ સિલેક્ટ IBM સોફ્ટવેરની પ્રોડક્ટ્સને 1.8 બિલીયન ડોલરમાં ખરીદી છે. આ ડીલથી HCL કંપનીને માર્કેટિંગ, કોમર્સ, સિક્યુરીટી જેવી ફિલ્ડ માટે સોફ્ટવેર પ્રોડક્ટ્સ મળશે. HCL ટેકનોલોજીનાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) પ્રતિક અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ડીલમાં IBM નાં કર્મચારીઓની ફેરબદલ પણ શામેલ છે. આ ડીલ કેશમાં કરવામાં આવી છે. આ ડીલમાં ખરીદવામાં […]

Tech & Auto Business
asia2 kOYG HCL ટેકનોલોજીએ 12,700 કરોડમાં ખરીદી IBM ની સોફ્ટવેર પ્રોડક્ટ્સ

આઈટી કંપની HCL ટેકનોલોજીએ સિલેક્ટ IBM સોફ્ટવેરની પ્રોડક્ટ્સને 1.8 બિલીયન ડોલરમાં ખરીદી છે. આ ડીલથી HCL કંપનીને માર્કેટિંગ, કોમર્સ, સિક્યુરીટી જેવી ફિલ્ડ માટે સોફ્ટવેર પ્રોડક્ટ્સ મળશે.

HCL ટેકનોલોજીનાં ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર (CFO) પ્રતિક અગ્રવાલે જણાવ્યું હતું કે, આ ડીલમાં IBM નાં કર્મચારીઓની ફેરબદલ પણ શામેલ છે. આ ડીલ કેશમાં કરવામાં આવી છે.

આ ડીલમાં ખરીદવામાં આવેલ સોફ્ટવેર પ્રોડક્ટ્સમાં આ પ્રોડક્ટ્સ શામેલ છે.

Appscan (એપ્લીકેશન ડેવલપમેન્ટ સિક્યોર કરવા માટે )

BigFix (ડિવાઈસ મેનેજમેન્ટને સિક્યોર કરવા માટે)

Unica (માર્કેટિંગ ઓટોમેશન માટે)

Commerce ( ઓમની – ચેનલ ઇ કોમર્સ માટે )

Portal ( ડીજીટલ એક્સપીરીયન્સ માટે)

Notes & Domino ( ઇમેલ અને લો કોડ રેપીડ એપ્લીકેશન ડેવલપમેન્ટ માટે )

Connections ( વર્કસ્ટ્રીમ કોલાબ્રેશન માટે )

IBM નાં સીનીયર વાઈસ પ્રેસિડેન્ટ જોન કેલીએ જણાવ્યું હતું કે, ‘અમે માનીએ છીએ કે આ જ યોગ્ય સમય છે સિલેક્ટ કોલાબ્રેશન, માર્કેટિંગ અને કોમર્સ સોફ્ટવેર એસેટસને છુટા કરવાનો. અત્યારે આ સમયે આ પ્રોડક્ટ્સ HCL માટે પરફેક્ટ છે એવું પણ અમે માનીએ છીએ.’