Not Set/ HDFC બેંકના નવા CEO તરીકે શશીધર જગદીશનની જાહેરાત, બેંકના શેરમાં ભારે ઉછાળો

  HDFC બેંકના નવા CEO શશીધર જગદીશનના નામની જાહેરાત સાથે જ બેન્કના શેરમાં 5%નો ઉછાળો જોવા મળ્યો હતો. HDFC ગ્રુપના અન્ય શેરમાં પણ તેજી જોવા મળી હતી. RBIએ શશીધર જગદીશનને HDFC બેંકના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ નિયુક્ત કરવાની પરવાનગી આપી દીધા છે. શશીધર જગદિશન CEO આદિત્ય પુરીની જગ્યાનું કાર્યભાર સંભાળશે. નોધનીય છે કે, આદિત્ય પુરી […]

Business
e61a4f16dc71da5cd3e7be8171d91a03 HDFC બેંકના નવા CEO તરીકે શશીધર જગદીશનની જાહેરાત, બેંકના શેરમાં ભારે ઉછાળો
 

HDFC બેંકના નવા CEO શશીધર જગદીશનના નામની જાહેરાત સાથે જ બેન્કના શેરમાં 5%નો ઉછાળો જોવા મળ્યો હતો. HDFC ગ્રુપના અન્ય શેરમાં પણ તેજી જોવા મળી હતી. RBIએ શશીધર જગદીશનને HDFC બેંકના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ નિયુક્ત કરવાની પરવાનગી આપી દીધા છે. શશીધર જગદિશન CEO આદિત્ય પુરીની જગ્યાનું કાર્યભાર સંભાળશે. નોધનીય છે કે, આદિત્ય પુરી કોઇ પણ પ્રાઇવેટ બેન્કના ચીફ માટે રેગુલેટર દ્વારા નિર્ધારિત મહત્તમ 70 વર્ષની ઉંમરની સીમાં ઓક્ટોબરમાં પૂર્ણ થવા પર HDFC Bankથી રિટાયર થઇ રહ્યા છે.

શશીધર જગદીશનના 3 વર્ષના કાર્યકાળ બેંકિંગ રેગૂલેશન એક્ટ 1949 હેઠળ 27 ઓક્ટોબર 2020ના રોજ પદભાર ગ્રહણ કરશે. એચડીએફસી બેંકએ શેર બજારમાં જણાવ્યું કે બેંક ઓફ ડાયરેક્ટર્સની બેઠક આયોજિત કરવામાં આવશે, જેમાં શશીધર જગદીશનને બેંકના નવા એમડી અને સીઇઓ નિયુક્ત કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે. તે આદિત્યપુરીનું સ્થાન લેશે, જે 26 ઓક્ટોબર 2020ના રોજ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર પદેથી નિવૃત થઇ રહ્યા છે.

શશીધર જગદીશન હાલમાં બેંકના ફાઇનાન્સ, એચઆરડી, લીગલ અને સેક્રેટેરિયલ, એડમિનિસ્ટ્રેશન, ઇંફ્રાસ્ટ્રક્ચર, કોરોર્પોરેટ કોમ્યૂનિકેશન્સ, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી અને સ્ટ્રેટેજિક ચેંજ એજન્ટના ગ્રુપ હેડ છે. તેમને બેંકિંગ ઉદ્યોગમાં કાર્ય કરવાનો 30 વર્ષનો અનુભવ છે.

શશીધર જગદીશને 1996માં ફાઇનાન્સ ફંક્શનમાં મેનેજર તરીકે બેંકને જોઇન કરી હતી. 1999 માં તે બિઝનેસ હેડ-ફાઇનાન્સ બન્યા અને 2008માં ચીફ ફાઇનાન્સશિયલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા. બેંકના વિકાસમાં તેમણે પ્રમુખ ભૂમિકા ભજવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.