Not Set/ HDFC બેંકનો હોમ લોનનાં વ્યાજ દરને લઇને મોટો નિર્ણય, જાણો

એચડીએફસી બેંકે આજે શુક્રવાર (12 જૂન) થી તેના પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ આ રેટ 16.20% કરવામાં આવ્યો છે. આનાથી હાલનાં તમામ એચડીએફસી રિટેલ હોમ લોન અને નોન-હોમ લોન ગ્રાહકોને ફાયદો થશે. પ્રાઇમ લેન્ડિંગ રેટ એ દર છે કે જેના પર વ્યાપારી બેન્કો તેમના સૌથી વિશ્વસનીય અને શાખપાત્ર […]

Business
4dffb8282caa66ee1f4d120ad27dfb97 HDFC બેંકનો હોમ લોનનાં વ્યાજ દરને લઇને મોટો નિર્ણય, જાણો

એચડીએફસી બેંકે આજે શુક્રવાર (12 જૂન) થી તેના પ્રાઇમ લેન્ડિંગ રેટમાં 20 બેસિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. આ કપાત બાદ આ રેટ 16.20% કરવામાં આવ્યો છે. આનાથી હાલનાં તમામ એચડીએફસી રિટેલ હોમ લોન અને નોન-હોમ લોન ગ્રાહકોને ફાયદો થશે.

પ્રાઇમ લેન્ડિંગ રેટ એ દર છે કે જેના પર વ્યાપારી બેન્કો તેમના સૌથી વિશ્વસનીય અને શાખપાત્ર ગ્રાહકોને લોન આપે છે. વ્યાજ દરમાં 20 બીપીએસ ઘટાડા પછી, એચડીએફસીનાં નવા દર હવે 7.5-8.5% ની વચ્ચે રહેશે. ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે ફંડની સીમાંત કિંમત આધારિત વ્યાજ દર (એમસીએલઆર) માં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. આ કપાત દરેક સમયગાળાનાં એમસીએલઆર પર કરવામાં આવેલ છે.

બેંકની વેબસાઇટ અનુસાર નવા દરો 8 જૂનથી લાગુ થશે. એમસીએલઆર દરથી જોડાયેલ હોમ લોનની સમાન માસિક હપ્તોની રકમમાં ઘટાડો થશે. એચડીએફસી બેંકનાં જણાવ્યા મુજબ, એક દિવસ માટે એમસીએલઆર ઘટાડીને 7.30 ટકા અને એક મહિનાનાં ગાળામાં 7.35 ટકા કરાયો છે. એક વર્ષનો એમસીએલઆર હવે 7.65 ટકા રહેશે. મોટાભાગની ગ્રાહક લોન આ સાથે જોડાયેલી હોય છે. વળી ત્રણ વર્ષિય એમસીએલઆર હવે 7.85 ટકા રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.