Not Set/ રાહુલ ગાંધીએ નિકોલસ બર્ન્સને કહ્યુ, US ની જેમ ભારતમાં હિન્દુ-મુસ્લિમોને કરવામાં આવી રહ્યા છે…

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સમાં યુએસનાં પૂર્વ વિદેશ સચિવ નિકોલસ બર્ન્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બર્ન્સે ચીનને લઇને એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણએ કહ્યુ કે, ચીન કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇ હજુ જીતી શક્યુ નથી અને એવી આશા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ રાષ્ટ્રપતિ […]

India
a0059e7445bf1d1e56dbe9d1b50ec57e 1 રાહુલ ગાંધીએ નિકોલસ બર્ન્સને કહ્યુ, US ની જેમ ભારતમાં હિન્દુ-મુસ્લિમોને કરવામાં આવી રહ્યા છે...

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિડીયો કોન્ફરન્સમાં યુએસનાં પૂર્વ વિદેશ સચિવ નિકોલસ બર્ન્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન બર્ન્સે ચીનને લઇને એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તેમણએ કહ્યુ કે, ચીન કોરોના વાયરસ વિરુદ્ધની લડાઇ હજુ જીતી શક્યુ નથી અને એવી આશા છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જી 20 માં એક સાથે મળીને કામ કરશે અને કોરોના સામે લડાઇ લડશે.

કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથેની એક વિડીયો ચેટમાં બર્ન્સ એ એમ પણ કહ્યું હતું કે, ચીનમાં ભારત કે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા લોકશાહી દેશમાં નિખાલસતાનો અભાવ છે, જોકે તેની પાસે ભયભીત નેતૃત્વ છે. તેમણે કહ્યું- મને લાગે છે કે ઘણા લોકો હવે કહે છે કે ચીન આગળ નિકળવાનું છે અને કોરોના વાયરસની લડાઇમાં ચીન જીતી રહ્યું છે. મેં ખરેખર તે જોયું નથી. ચીન વિશ્વમાં ચોક્કસપણે એક અસાધારણ શક્તિ છે. કદાચ લશ્કરી રીતે, આર્થિક રીતે, રાજકીય રીતે હજી સુધી યુનાઇટેડ સ્ટેટ્સની સમકક્ષ નથી, પરંતુ તેના વિશે કોઈ પ્રશ્નો ઉભા નહીં કરે. ભારત કે યુનાઇટેડ સ્ટેટ્સ જેવા લોકશાહી દેશની તુલનામાં ચીનમાં નિખાલસતાનો અભાવ છે.”

રાહુલ ગાંધીએ નિકોલસને કહ્યું હતું કે, અમેરિકામાં આફ્રીકી-અમેરિકન, મેક્સિકન-અમેરિકનને વિભાજીત કરવામાં આવી રહ્યા છે બિલકુલ તે જ રીતે ભારતમાં હિન્દુ મુસ્લિમોને વિભાજીત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વળી, રાહુલે એમ પણ કહ્યું હતું કે, હું આ દેશનાં ડીએનએને ખૂબ સારી રીતે સમજું છું અને તેથી આશા રાખું છું કે ટૂંક સમયમાં બધી સમસ્યાઓ હલ થઈ જશે. જ્યારે લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે થઇ રહેલા વિવાદ અંગે નિકોલસે રાહુલ ગાંધીને સવાલ કર્યે હતો. આ અંગે રાહુલે કહ્યું કે, તે ઈચ્છે છે કે સમાધાન લોકશાહી રીતે ઉકેલી શકાય. બીજી તરફ નિકોલસે કહ્યું કે ચીન ભારત અને અમેરિકાની સમકક્ષ ન રહી શકે કારણ કે ત્યાં શાસક કાયર છે. લોકશાહીનું વાતાવરણ નથી, વિચારોની આઝાદી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.