Not Set/ વજન ઘટાડવું છે તો રોજ ખાવ દ્રાક્ષ

દ્રાક્ષને સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. જો કે આ દ્રાક્ષ સ્વાસ્થ માટે ફાયદાકારક હોવાની સાથે સાથે તે વજનને ઘટાડવામાં પણ બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. દ્રાક્ષનું સેવન કરવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે. આ ઉપરાંત દ્રાક્ષમાં ઘણા બધા સ્વાસ્થ્યવ વર્ધક ગુણો છુપાયેલા છે. દ્રાક્ષ ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં પણ […]

Health & Fitness
aaaaaaaaaaaamona 12 વજન ઘટાડવું છે તો રોજ ખાવ દ્રાક્ષ

દ્રાક્ષને સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે. જો કે આ દ્રાક્ષ સ્વાસ્થ માટે ફાયદાકારક હોવાની સાથે સાથે તે વજનને ઘટાડવામાં પણ બહુ ઉપયોગી સાબિત થઈ શકે છે. દ્રાક્ષનું સેવન કરવાથી વજનમાં ઘટાડો કરી શકાય છે. આ ઉપરાંત દ્રાક્ષમાં ઘણા બધા સ્વાસ્થ્યવ વર્ધક ગુણો છુપાયેલા છે.

દ્રાક્ષ ખાવાથી શરીરમાં શક્તિ આવે છે. તે શરીરને સ્વસ્થ રાખવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જો  તમારી પાચન શકિત સારી હોય તો તમારી માટે દ્રાક્ષ પણ ખુબજ ઉપયોગી સાબિત થઈ શકશે.

Related image

સંશોધકોના જણાવ્યા મુજબ, એન્ટીઓક્સીડેન્ટની અદ્વિતીય અને વિવિધ રચના પોલીફિનોલ દ્રાક્ષમાં રહેલા હોય છે. આ શરીરમાં વસાનુ પ્રતિશત, આંત અને ત્વચાની અંદર રહેલ વસા તથા લીવરમાં સોજો ઓછો કરે છે અને ગ્લુકોઝ સહનશીલતાને વધુ મજબુત બનાવે છે. આ ઉપરાંત દ્રાક્ષના સેવનથી કબજીયાતને દુર કરવામાં મદદ મળી રહે છે.

તે આંતરડાનાં તત્વોને વ્યવસ્થિત પણે ચલાવવામાં મદદ કરે છે. તે પાચન શક્તિ અને મેટાબોલીજમને પણ વધારે છે, જેનાંથી વજન ઘટાડવામાં મદદ મળે છે. વજન ઘટાડવા માટે તમારે સંતુલીત માત્રામાં દ્રાક્ષ ખાવી હિત વાહક છે. પ્રમાણમાં મળી રહે છે. દ્રાક્ષમાં વિટામીન, કેલ્થિયમ તત્વો ભરપુર માત્રામાં હોય છે. જેનાથી તમારા વજનમાં ઘટાડો આવે છે.

Related image

અમેરિકાની યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલીનાથી આ સંશોધનના મુખ્ય સંશોધનકર્તા મિશેલ મેંકટોશે જણાવ્યુ કે, આ સંશોધન દર્શાવે છે કે, દ્રાક્ષ અને તેમાં રહેલ પોલીફિનોલ્સનો ઉપયોગ કરવા પર પ્રતિકૂળ પ્રભાવની એક સંખ્યાને નિયંત્રિત કરી આંખો તથા સ્વાસ્થ્યમાં સુધાર કરે છે. આ સંશોધન ન્યુટ્રીશનલ બાયોકેમિસ્ટ્રી પત્રિકામાં પ્રકાશિત કરવામાં આવ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.