Lifestyle/ તમે પ્રેગ્નેન્ટ છો અને તમને ગેસની સમસ્યા હેરાન કરે છે, તો ઘરેલુ ઉપચાર તમને તરત આપશે રાહત

કોઈપણ મહિલા માટે મા બનવું એક જીવનનો સુખદ અહેસાસ હોય છે. પરંતુ માતા તરીકે આ યાત્રા એટલી પણ સરળ નથી. કારણે પ્રેગન્સી સમયે અને પ્રેગન્સી બાદ પણ મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ પ્રેગન્સી વખતે ગેસની સમસ્યા મહિલાઓને ખૂબ જ હેરાન કરે છે.ત્યારે આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઘરગથ્થુ ઉપચાર […]

Health & Fitness Lifestyle
health how to get rid of acidity in pregnancy follow these easy tips

કોઈપણ મહિલા માટે મા બનવું એક જીવનનો સુખદ અહેસાસ હોય છે. પરંતુ માતા તરીકે આ યાત્રા એટલી પણ સરળ નથી. કારણે પ્રેગન્સી સમયે અને પ્રેગન્સી બાદ પણ મહિલાઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ પ્રેગન્સી વખતે ગેસની સમસ્યા મહિલાઓને ખૂબ જ હેરાન કરે છે.ત્યારે આ સમસ્યાથી રાહત મેળવવા માટે તમે ઘરગથ્થુ ઉપચાર કરી શકો છો.

મહિલા માટે માતા બનવું એ રોમાંચક સફર હોય છે. પરંતુ આ સમયમાં સ્ત્રીએ પોતાના સ્વાસ્થયનું ખૂબ જ ધ્યાન રાખવું પડતુ હોય છે. કારણ કે મહિલાઓને પ્રેગનન્સી સમયે ઘણી જ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. તેમાં પણ ગર્ભવતી મહિલાઓને હંમેશા ગેસની સમસ્યા હેરાન કરતી હોય છે. ક્યારેક તો આ સમસ્યા એટલી વધી જતી હોય છે કે તેને સહન કરવી ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે. ત્યારે આજે અમે તમને એવા સરળ ઉપાય જણાવીશું, જે કરવાથી તમને તરત અને કાયમી રાહત મળી જશે.

વરિયાળી

જોવામાં નાનકડી લાગતી વરિયાળી ઘણા જ ગુણોથી ભરપૂર હોય છે. ઘણા લોકો વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ કરે છે. એટલું જ નહીં વજન ઓછું કરવા માટે પણ વરિયાળીની ચા પીવા માટે સલાહ આપવામાં આવે છે. આનો ઉપયોગ કરીને તમે ગેસની સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. બપોર અથવા રાતનું ભોજન લીધા પછી તમે એક ચમચી વરિયાળી ખાઈ શકો છો.જેનાથી તમને ગેસમાં ખુબ જ રાહત મળશે.

આદું
ઔષધિય ગુણોથી ભરપુર આદું પ્રેગનન્સી વખતે થનારી ગેસની સમસ્યામાં રાહત આપવા માટે ખુબ જ ઉપયોગી છે. આદુ પેટ અને છાતીમાં થનારી બળતરા વગેરે સમસ્યાને ઓછી કરવામાં રામબાણ ઈલાજ છે.આદુની ચા પીવાથી પણ તમને ગેસની સમસ્યામાંથી રાહત મળે છે.

મેથીનું પાણી
ગેસની સમસ્યાને ઓછી કરવા માટે મેથીના દાણા ખુબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. મેથીનું પાણી તમારા પેટ માટે ખુબ ફાયદાકારક છે. આ બનાવવા માટે એક વાટકી પાણીમાં મેથીના દાણા પલાળી દો. બીજા દિવસે તેને ગાળી લો અને પછી તે પાણી પી જાઓ. દરરોજ આ પાણી પીવાથી ગેસમાં રાહત મળી જશે.

નારિયલ પાણી
પ્રેગનન્સીમાં નાળિયેર પાણી પીવુ એ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નારિયળ પાણીમાં ઘણા જ પ્રકારના વિટામીન અને મિનરલ પ્રાપ્ત થાય છે. જે પેટને ઠંડક આપવામાં ઉપયોગી બને છે. તમે સવારે ખાલી પેટ નાળિયર પાણી પી શકો છો. જેનાથી પેટમાં બળતરાની સમસ્યાથી રાહત મળે છે.

ફૂદીનાની ચા
ફૂદીનાની ચા પણ પ્રેગનન્સીમાં રાહત આપનારી સાબિત થાય છે. આવી ચા પીવાથી પાચન સારૂ થાય છે. આ ઉપાય એસિડિટીની સમસ્યામાં ખૂબ જ કારગર નિવડે છે.પ્રેગનન્સીમાં ગેસની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પુદીનાની ચા પીવી જોઈએ.