તબિયત/ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ખબર અંતર પુછવા એમ્સ પહોચ્યા

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ તેમને બુધવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ મનમોહન સિંહની હાલત સ્થિર છે

Top Stories
mansukha આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ખબર અંતર પુછવા એમ્સ પહોચ્યા

ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહની તબિયત બગડ્યા બાદ તેમને બુધવારે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ મનમોહન સિંહની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. દરમિયાન, ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા મનમોહન સિંહની હાલત જાણવા AIIMS હોસ્પિટલ પહોંચ્યા છે.

મનમોહન સિંહને શ્વાસ લેવામાં તકલીફ અને છાતીમાં સતત કંજેકશન હોવાની ફરિયાદ બાદ સાંજે 6:15 વાગ્યે એમ્સ દિલ્હીના કાર્ડિયો ન્યુરો ટાવરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ વડા પ્રધાનની સારવાર ન્યુરો ડોક્ટર અચલ શ્રીવાસ્તવ અને હાર્ટ ડોક્ટર નીતીશ નાયક કરી રહ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે.

 

 

ઉલ્લેખનીય છે  કે 89 વર્ષના ડો. મનમોહન સિંહ પણ ડાયાબિટીસથી પીડિત છે.  આ વર્ષે 19 એપ્રિલના રોજ તેઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારબાદ તેને એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા આ પછી, 29 એપ્રિલના રોજ, તેમને એમ્સના ટ્રોમા સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. અગાઉ પૂર્વ પીએમ બે બાયપાસ સર્જરી પણ કરી ચૂક્યા છે. તેમની પ્રથમ સર્જરી વર્ષ 1990 માં યુકેમાં કરવામાં આવી હતી, જ્યારે તેમની બીજી બાયપાસ સર્જરી 2009 માં AIIMS માં કરવામાં આવી હતી. ગયા વર્ષે મે મહિનામાં પણ તેમને તાવના કારણે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.