Blast/ મોબાઈલ બ્લાસ્ટ સાંભળ્યું હતું, હવે ઇયરફોન બ્લાસ્ટની ઘટના આવી સામે

અચાનક જોરદાર ધડાકાના અવાજ સાથે બ્લૂટૂથ ફાટ્યું અને યુવક રાકેશના કાન અને માથામાંથી લોહી વહી રહ્યો હતો.

Trending Tech & Auto
Magnetic Bluetooth Earphones with Neckband 01 મોબાઈલ બ્લાસ્ટ સાંભળ્યું હતું, હવે ઇયરફોન બ્લાસ્ટની ઘટના આવી સામે

થોડા દિવસો પહેલા સમાચાર સામે આવ્યા હતા કે ફોન પર ગર્લ ફ્રેન્ડ ની સાથે વાતો કરતો યુવક 150 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું. જ્યારે હવે એક નવા સમાચાર રાજેસ્થાનમાંથી સામે આવી રહ્યા છે. અત્યાર સુધીમાં લોકોએ મોબાઈલ બ્લાસ્ટની વાતો સાંભળી હશે.. જોકે આ વખતે મોબાઈલ નહીં પણ ઇયરફોનમાં બ્લાસ્ટ થયો હોવાની વિગતો સામે આવી છે. જેના કારણે યુવકનું કરૂણ મોત નીપજતા તેના પરિવારજનોમાં ભારે શોક ફેલાઈ ગયો છે.

જયપુર જિલ્લાના છોટા ઉદેપુર ગામમાં આજે બનેલી એક ઘટનામાં, બ્લૂટૂથ ઇયરફોનના વિસ્ફોટને કારણે એક યુવકનું મૃત્યુ થયું હતું.

ઉદેપુર ગામનો રહેવાસી રાકેશ નાગર તેના કાનમાં બ્લૂટૂથ ઇયરફોન લગાવીને ગીતો સાંભળી રહ્યો હતો, ત્યારે અચાનક જોરદાર ધડાકાના અવાજ સાથે બ્લૂટૂથ ફાટ્યું અને યુવક રાકેશના કાન અને માથામાંથી લોહી વહેવા લાગ્યું..

અચાનક બનેલી ઘટનાએ હંગામો મચાવ્યો હતો અને ગંભીર હાલતમાં રાકેશને સારવાર માટે ચોમુની રિદ્ધિ સિદ્ધિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું..