વરસાદ/ દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડવાથી ગરમીમાં રાહત,ભારે વરસાદની આગાહી

દિલ્હીમાં વરસાદ પડતાં ગરમીમાં રાહત

India
rain દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડવાથી ગરમીમાં રાહત,ભારે વરસાદની આગાહી

ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં હવામાન બદલાયો છે. દિલ્હી-એનસીઆરમાં વરસાદ પડતાં ગરમીમાં રાહત થઇ છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ભારે વરસાદ પડવાની આશંકા બતાવી છે. હવામાન વિભાગના અનુસાર બિહારમાં ચક્રવાતી  હવાઓનો બનેલો વિસ્તાર છે. જેના લીધે ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારમાં ઝડપી હવા અને વરસાદ પડવાનો અનુમાન છે.

સ્કાયમેટ વેધર મુજબ, ઉત્તર પૂર્વ ભારત, સિક્કિમ, મધ્ય મહારાષ્ટ્રના કેટલાક ભાગો, કેરળ અને કોસ્ટલ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે અન્ય બે વિસ્તારમાં ભારેથી  વરસાદની આગાહી છે. ઓરિસ્સા,આંધપ્રદેશ,તેલંગાણા,મરાઠાવાડા, એક બે વિસ્તારમા ભારે વરસાદ પડશે સાથે ધીમી અને મધ્યમ વરસાદ પડશે.પંજાબ,હરિયાણા,રાજસ્થાન,પશ્વિમી ઉત્તરપ્રદેશમાં હળવી વરસાદ કે મધ્યમ વરસાદ પડી શકે છે. ધૂળનો વાવઝોડુ આવી શકે છે. તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ હિમાલય અને છત્તીસગઢના ભાગોમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે. મધ્યપ્રદેશમાં હળવા વરસાદ પડી શકે છે તેવી આગાહી છે.