Not Set/ ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા આવતીકાલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ પદનો હવાલો સંભાળશે

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) અરુણકુમાર મિશ્રા સંભાળશે. તેઓ આવતીકાલે બુધવારે ચાર્જ સંભાળશે. NHRC અધ્યક્ષ પદ છેલ્લા છ મહિનાથી ખાલી હતું. જસ્ટિસ અરૂણ મિશ્રા 2 સપ્ટેમ્બર 2020 માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા છે. 

India
rupani 23 ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા આવતીકાલે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચના અધ્યક્ષ પદનો હવાલો સંભાળશે

નિવૃત્ત ન્યાયમૂર્તિ અરૂણ મિશ્રા આવતીકાલે રાષ્ટ્રીય માનવાધિકાર પંચનું  અધ્યક્ષ પદ સંભાળશે.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગના નવા અધ્યક્ષ તરીકેની જવાબદારી સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ (નિવૃત્ત) અરુણકુમાર મિશ્રા સંભાળશે. તેઓ આવતીકાલે બુધવારે ચાર્જ સંભાળશે. NHRC અધ્યક્ષ પદ છેલ્લા છ મહિનાથી ખાલી હતું. જસ્ટિસ અરૂણ મિશ્રા 2 સપ્ટેમ્બર 2020 માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા છે.

મીડિયા અહેવાલો અનુસાર, નિવૃત  ન્યાયાધીશ અરૂણ મિશ્રાની નિમણૂકને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય  સમિતિએ મંજૂરી આપી હતી. પસંદગી સમિતિમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, રાજ્યસભાના અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ તેમ જ રાજ્યસભાના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગે શામેલ હતા.