india weather/ દેશમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતનો…………..

Top Stories India Breaking News
Image 2024 05 19T102053.746 દેશમાં ભીષણ ગરમીથી લોકો ત્રાહિમામ, 9 રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

Gujarat weather: દેશમાં લોકો ભીષણ ગરમીની લપેટમાં આવી ગયા છે. કાળઝાળ ગરમીથી દેશનાં કેટલાંય શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ 9 રાજ્યોમાં હીટવેવ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, બાડમેર, દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ગરમીનો પારો વધ્યો છે. પરિણામે બપોરેના સમયે રસ્તાઓ સૂમસામ જોવા મળ્યા હતા. આ વર્ષે પણ ગરમી રેકોર્ડ તોડી શકે છે.

છેલ્લા કેટલાય દિવસોથી ગરમીનો પારો સતત ઊંચો જઈ રહ્યો છે. દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ગુજરાતનો પણ સમાવેશ થાય છે. આ રાજ્યોમાં 20 જેટલા સ્થળોએ શનિવારે મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે. દિલ્હીના મંગેશપુરમાં મહત્તમ તાપમાન 46.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

Heatwave Alert: IMD Warns Of Extreme Heat Till May 22, Red Alert In Delhi |  Weather Wrap

સમગ્ર ઉત્તર ભારતમાં અગનવર્ષા થઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં ગરમીનો પારો 46.9 ડિગ્રીને પાર થતાં દેશનું હૉટ સિટી બન્યું છે. દેશના પાંચ રાજ્યોમાં પાંચ દિવસ આકરી ગરમી રહેવાનું અમેરિકાની ક્લાઈમેટ સંસ્થા દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ ભારતના 54.3 કરોડો લોકોને 18 થી 21 મે સુધી શેકાવું પડશે. પંજાબના સમરાલામાં ગરમીનો 11 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. સમરાલામાં 46.3 ડિગ્રી તાપમાન રહ્યું હતું, જે સિઝનનું સૌથી વધુ તાપમાન છે.

આગ્રા 46.9 ડિગ્રી, બાડમેર 46.6 ડિગ્રી, પિલાની 45.9 ડિગ્રી, જેસલમેર 45.8 ડિગ્રી, રોહતક 45.8 ડિગ્રી, ચુરૂ 45.7 ડિગ્રી, ઝાંસી 45.6 ડિગ્રી, હિસ્સાર 45.5 ડિગ્રી, ગંગાનગર 45.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: PM મોદીની પ.બંગાળમાં ત્રણ જનસભા; અખિલેશ પ્રયાગરાજમાં, માયાવતી મઉમાં સભા યોજશે

આ પણ વાંચો: ‘હું ઘટના સમયે CM નિવાસસ્થાને નહોતો’, વિભવ કુમારનો દાવો

આ પણ વાંચો: કેજરીવાલે કહ્યું- હું કાલે 12 વાગે બીજેપી હેડક્વાર્ટર જઈશ