Rain News LIVE/ રાજ્યમાં આગામી 5 દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી

રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 06 28T094854.762 રાજ્યમાં આગામી 5 દિવસમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી

આગામી 5 દિવસમાં ધોધમાર વરસાદ પડવાની  હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્ર, દક્ષિણ-પશ્રિમ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાણી આગાહી કરી છે.29 જૂને નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે 30 જૂને ગાંધીનગર, ખેડા, અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આણંદ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ અને  01 જુલાઈએ વલસાડ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ સીવાય સાબરકાંઠા, અરવલ્લી અને મહિસાગર માં ભારે વરસાદની આગાહી કરાઈ છે.02 જુલાઈએ નવસારી અને વલસાડમાં ભારે વરસાદ તેમજ રાજ્યના ઉત્તર પૂર્વ ભાગોના વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરી છે આગાહી દરમિયાન 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે .આપને જણાવી દઈએ સવારે 6 વાગ્યાથી સાંજે 4 સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસી ચુક્યો છે,ત્યારે અત્યારે રાજ્યના વિવિધ વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ શહેરના વાતાવરણમાં  પલટો આવ્યો હતો. વાદળ છાયા વાતાવરણ બાદ થલતેજ, એસજી હાઇવે, પકવાન, ઇસ્કોનમાં વરસાદ વરસ્યો છે.શહેરના અનેક વિસ્તરામાં વરસાદ વરસતા ગરમીના ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બોડકદેવ,વસ્ત્રાપુર,એસ.જી.હાઈવે  સહીત થલતેજ, શીલજ, બોપલ  સેટેલાઈટ, મેમનગર, શાસ્ત્રીનગરમાં વરસાદ વરસ્યો છે.

મોરબી જિલ્લાના ટંકારામાં મેઘમહેર  થઇ હતી ત્યારે  વાદળ છાયુ વાતાવરણ રહ્યા બાદ વરસાદ વરસ્યો હતો. ટંકારા શહેરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે જેના કારણે રોડ, રસ્તા, હાઇવે પર પાણી ભરાયા હતા.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ થયો છે. વલસાડ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ધરમપુરમાં વરસાદને કારણે રસ્તાઓ  પાણી પાણી થયા છે. મામલતદાર કચેરી સામે પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા  હતા.વાપી,પારડી,ધરમપુર,કપરાડા,ઉમરગામ તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.ત્યારે  સવારે 6 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધીમાં વરસાદ વલસાડમા 20 મીમી, ધરમપુરમા 21 મીમી ,પારડીમા 1 ઇંચ, વાપી: 1.16 ઇંચ, ઉમર ગામમા અને 1.76 ઇંચ વરસાદ નોંધાયો હતો.

મોરબીના હળવદના નવા ઇસનપુર ગામે પડીટપુભાઇ પ્રેમજીના મકાન પર વિજળી પડી હતી. વીજળી પડતા મકાનનુ સજુ  સહિત વીજ ઉપકરણો બળી ગયા હતા,સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

ડાંગ,સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. વરસાદ વરસતા પ્રાકૃતિક સૌદર્ય શોળે કળાએ ખીલી ઉઠ્યું હતું.જેના કારણે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ગિરિકન્દ્રામાં ગાઢ ધૂમમ્સ છવાતા આહલાદક માહોલ સર્જાયો હતો.

મહેસાણામા કાળઝાળ ગરમી બાદ વરસાદ પડતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. કડી વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસતા બફારામાંથી રાહત મળી હતી.

બનાસકાંઠાના દાંતીવાડામા ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ગાજવીજ સાથે બે કલાકમા પોણા બે ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. આપને જણાવી દઈએ  ગઈકાલે જિલ્લામાં 41 મી.મી. વરસાદ ખાબક્યો  હતો જેના કારણે રોડ રસ્તાઓ  પાણી-પાણી થયા હતા તેમજ વાવણી લાયક વરસાદ થતાં ખેડુતોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આ સીવાય  સુરત જિલ્લામાં મેઘરાજા મહેરબાર થયા હતા,વહેલી સવારથી સતત  ગાજ વીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્પયો હતો.લસાણા, બારડોલી  માંડવી સહિતના તાલુકામાં વરસાદને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ગીર સોમનાથ તાલુકામાં વરસાદી માહોલ સર્જાયો હતો. ત્યારે ઉના ગીરગઢડા તાલુકામાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. ખીલાવડ,ધોકડવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ઉના શહેર તથા ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યું હતું. અંબાડા વાજડી કંસારી સહિતના ગામોમાં વરસાદ પણ વરસાદ થયો હતો.

બોટાદમા પણ ધોધમાર વરસાદ પડતાં શહેરમાં પાણી ભરાયું હતું, તુલસી નગર-2 વિસ્તારમાં પાણી ભરાતા નદિ જેવી સ્થિતિ સર્જાઈ છે  જેના કારણે આ વિસ્તારનાં રહિશો હેરાન પરેશાન થયા હતા, છેલ્લાં 4 વર્ષથી વરસાદી પાણીના નિકાલની સમસ્યા થઇ રહી છે ત્યારે  વર્ષો જુની સમસ્યા હલ કરવા રહિશોની માંગ ઉઠી છે.

અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો  આવ્યો છે સાવરકુંડલા ભમોદરાના પોકરવા સહિતના ગ્રામ્યમાં વરસાદ ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેના કારણે સારા વરસાદને લઈને ખેડૂતો ખુશ ખુશાલ જોવા મળી રહ્યા છે.

મોરબીમાં પણ ગરમીના  ઉકળાટ બાદ મેઘરાજાએ દસ્તક આપી છે. શહેરના અમુક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો.ત્યારે  રવાપર,ઘુંનડા રોડ સહિતના અનેક રોડ પર  મેઘરાજાના આગમનથી ગરમીમાં થઈ થોડી રાહત  થઇ હતી.

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે, જિલ્લાના પાંચ તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ખલી ગણદેવી અને ખેરગામમાં પણ વરસાદ      જોવા મળ્યો હતો.ત્યારે  નવસારી તાલુકામાં એક ઇંચ વરસાદ જલાલપોર, ખેરગામમાં પોણો ઇંચ વરસાદ ચીખલી અને ગણદેવીમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો.

મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે  બગદાણા પંથકમાં ,મોણપર,દેગવડા,જાબુડામાં  વરસાદ વરસતા ખેડૂતોમા આનંદની લાગણી છવાઈ ગઈ હતી. જેના કારણે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમદાવાદના અલગ અલગ વિસ્ત્તારમાં વરસાદ પડ્યો હતો. બોડકદેવ,વસ્ત્રાપુર,એસ.જી.હાઈવે પર વરસાદ થલતેજ,શીલજ,તેમજ બોપલ વિસ્ત્તારમાં તેમજ સેટેલાઈટ,મેમનગર,શાસ્ત્રીનગરમાં વરસાદ વરસ્યો હતો.

વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો.વાપી, વલસાડ, ઉમરગામ વિસ્તારમાં વરસાદ પડતા  જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગની જિલ્લામાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી હતી.

સુરત ગ્રામ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. ઓલપાડ તાલુકામાં પણ વરસાદને કારણે  અસહ્ય ગરમી અનેં બફારાથી લોકોને રાહત મળી હતી. ખેડૂતો પણ વરસાદ પડતા ખેતી કાર્ય માં જોડાયા  હતા, ઓલપાડ તાલુકામાં આજે 31 mm વરસાદ પડ્યો હતો.

જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. વરસાદથી ખેડુતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.  જેના કારણે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.

બોટાદ શહેર સહિત જિલ્લામાં ઘણી જગ્યા પર  ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે પાળીયાદ રોડપરની નદીમાં બે કાર અને રીક્ષા ફસાઈ  ગઈ હતી.

સાવલી તાલુકામાં  પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.ત્યારે તાલુકાના રાધનપુર, ગોઠડા, ટુંડાવ, શેરપુરા, મુવાલ ,વસંતપુરા ગામોમાં ધોધમાર વરસાદ   વરસ્યો હતો.વરસાદને કારણે સાવલી નગરનાં રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા  હતા.ગરમીના ઉકળાટથી ત્રાસેલા નગરજનોમાં હાશકારો જોવા મળ્યો હતો.

મોરબીમાં પણ  ગરમી અને બફારા બાદ વરસાદ વરસ્યો હતો.ત્યારે  હળવદ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અને  શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં  વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં આગામી દિવસોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 5 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે. દ્વારકા, પોરબંદરમાં, સોમનાથ અને જુનાગઢમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ સાથે રાજ્યમાં 17 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 29 જૂને ગાજવીજ સાથે મધ્યમ વરસાદ જોવા મળી શકે જ્યારે 30 જૂને દક્ષિણ ગુજરાતના 5 જીલ્લામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. ભરૂચ,સુરત,નવસારી,વલસાડની આગાહી. રાજ્યમાં 27 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે મધ્ય-દક્ષિણ ગુજરાતના 7 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

ચોમાસાના આરંભે જ મેઘનું તાંડવ જોવા મળશે. અનેક સ્થાનો પર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. ભારે વરસાદની આગાહીને પગલે આજે સૌરાષ્ટ્રના 4 જીલ્લામાં ઓરેન્જ એલર્ટ કરાયું છે. જ્યારે 26 જીલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવા સાથે 11 જીલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું. આ સાથે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, ગાંધીનગર, ખેડામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરાયું. જુલાઈના આરંભમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી. જયારે સૌરાષ્ટ્રના જિલ્લાઓના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો