માયાનગરી મુંબઇ મૂશળધાર વરસાદને લીધે સમગ્ર શહેર માં અનેક જગ્યાએ પાણી ભરાયા હતા . શહેરના અનેક વિસ્તારો માં વરસાદ થી ઘણું નુકશાન થયું હતું . ચેમ્બુરમાં ભેખડ ધસી પડતા મહિલા, બાળકો 19 જણ ઊઘમાં જ મૃત્યુ પામ્યા હતા વિક્રોલીમાં પાંચકે ઘર તૂટી પડતા 10 જણ અને ભાંડુપમાં દીવાલ તૂટી જતા 16 વર્ષનો કિશોર મોતને ભેટયા હતા.

કાટમાળ નીચે દબાઇ ગયેલા લોકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યકત કર્યો હતો. પ્રત્યકે મૃતકના પરિવારને વડાપ્રધાને બે લાખ રૂપિયા અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉધ્ધવ ઠાકરેએ પાંચ લાખ રૂપિયાની મદદ જાહેર કરી હતી.અને મૃતકોના પરિવારજનોને બે બે લાખ અને ઘાયલોને 50-50 હજારનું વળતર આપવાની જાહેરાત કરી.

મુંબઇમાં વરસાદમાં ઇમારત, ઘર, દીવાલ, ઝાડ તૂટી પડવાની ઘટનામાં અનેક જણ જીવ ગુમાવતા હોય છે. દર વર્ષે આ પ્રકારના બનાવ બનતા હોવાથી લોકોની સુરક્ષા બાબતે જરૂરી પગલા ભરવા જોઇએ એવી ચર્ચા થઇ રહી છે. મુંબઇમાં ગઇકાલે રાતે ધોધમાર વરસાદને લીધે ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા.

Last night Mumbai faced a weather system of extreme heavy rainfall accompanied by thundering and lightning, some parts crossing 200 mm of rain in a span of 3 hours. These were mini cloudbursts in a short span with full fury of nature. (1/n) pic.twitter.com/JYC21qAbIQ
— Aaditya Thackeray (@AUThackeray) July 18, 2021
.
