Gujarat News : રાજ્યમાં આજે પણ 10 જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બપોરના સમયે વડોદરા અને બોટાદમાં ધોધમાર વરસાદ વરસતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતાં. તો બીજી તરફ ઉપરવાસમાંથી કડાણા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી હોઇ આજે 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. નવરાત્રિને હવે ચાર જ દિવસ બાકી રહ્યા છે ત્યારે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર એ છે કે, આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.નવરાત્રિના 4 દિવસ પહેલા જ વરસાદની ધમાકેદાર બેટિંગથી ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
બપોરે 2 વાગ્યા સુધીમાં આ તાલુકાઓમાં 10 મિમી કે તેથી વધુ વરસાદ વરસ્યો
જિલ્લા તાલુકા વરસાદ (મિમી)
બોટાદ બરવાળા 32.00
અમદાવાદ ધંધૂકા 29.00
અમદાવાદ ધોલેરા 27.00
ખેડા નડિયાદ 26.00
નર્મદા તિલકવાડા 18.00
ખેડા માતર 18.00
ભાવનગર સિહોર 17.00
ભરૂચ જંબુસર 17.00
ભાવનગર વલ્લભીપુર 15.00
નર્મદા નાંદોદ 14.00
તાપી કુકરમુંડા 12.00
વડોદરા પાદરા 11.00
વડોદરા વાઘોડિયા 10.00
ભાવનગર ભાવનગર 10.00
વડોદરા ડભોઇ 10.00
ભરૂચ હાંસોટ 10.00
વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ફરી એક વખત વડોદરા પર પૂરનું સંકટ છવાયું છે. હાલ રોડ રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તેમજ નદીની સપાટીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. કાલાઘોડા બ્રીજની જળસપાટી 19.33 ફૂટે પહોંચી છે. આજવાની જળ સપાટીમાં પણ સતત વધારો. આજવાની સપાટી 212.80 ફૂટે પહોંચી. વિશ્વામિત્રી નદી ભજનક સપાટીથી છ ફૂટ દૂર. બે ફૂટ લેવલ વધતા જ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવા પડશે. ગઢડાના ભીમદાડ ગામનો મનહર સિંચાઈ ડેમ ઓવરફલો. સૌની યોજના અંતર્ગત મનહર ડેમમાં પાણી છોડ્યું હતું.
ભીમદાડનો મનહર સિંચાઈ યોજના ડેમ ઉપરના ગામોમાં વરસાદ થતાં ડેમ ઓવરફ્લો થયો છે જેથી ખેડૂતોમાં આનંદ. બોટાદના ગઢડાના ગુંદાળા ગામની સાદરડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. સાદરડી નદીના ઉપરવાસના ઈંગોરાળા, પડવદર, સમઢીયાળા ગામોમાં સારો વરસાદ થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઢડા તાલુકામાં સતત ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે.ઉપરવાસમાંથી પાણીની ભરપૂર આવક થતા કડાણા ડેમના 10 દરવાજા ખોલી 75 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડાતા પાંચ જિલ્લાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.બોટાદના ગઢડામાં આજે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા સામાકાંઠા વિસ્તારમાં એક કાચુ મકાન ધરાશાયી થયું હતું. મકાન બંધ હોવાના કારણે સદનસીબે જાનહાનિ અટકી હતી.બોટાદના ગઢડામાં આજે બપોરના સમયે ધોધમાર વરસાદ વરસતા બોટાદના ઝાંપે, જીનનાકા, મધરપાટ, સિનેમારોડ, લક્ષ્મીવાડી રોડ, ટાવર રોડ સહિતના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા.
ગઢડા શહેર ઉપરાંત તાલુકાના માંડવધાર, કેરાળા, લાખણકા, ટાટમ, ગોરડકા, વાવડી, કુંડળ,અડતાળા, રણીયાળા, પાટણા, ઢસા, ગુદાળા, પડવદર, ઉગામેડી, નિગાળા, સમઢીયાળા, હરિપર સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ છવાયો છે.અને ગરબા આયોજકો ચિંતિત બન્યા છે. ત્યારે હવામાન વિભાગ તરફથી ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના મતે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. રાજ્યમાં આજે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, અમરેલી અને ભાવનગરમાં છુટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.વડોદરા શહેરના વાતાવરણમાં આજે બપોરના સમયે પલટો આવ્યો હતો.
શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા ગણતરીની મિનિટોમાં જ રસ્તાઓ પાણી પાણી થયા હતા. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે આજવા સરોવળની જળસપાટીમાં પણ વધારો થયો છે. વડોદરા શહેરમાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ગતરોજ વિશ્વામિત્રી કાલાઘોડા બ્રિજને જળ સપાટીમાં સતત વધારો નોંધાયો હતો. સાથે જ આજવા સરોવરમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. ત્યારે વડોદરા શહેર વાસીઓમાં ફરી એક વાર ચિંતાતુર બન્યા છે.રાજ્યમાં આજે સવાર સુધીમાં સિઝનનો સરેરાશ 136 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 185 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 145 ટકા, દક્ષઇણ ગુજરાત ઝોનમાં 141 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 132 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 114 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 233 તાલુકામાં પડ્યો વરસાદ, આજે સાત તાલુકામાં રેડ એલર્ટ
આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદની આગાહી કરતા ગરબા પ્રેમીઓ મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
