Not Set/ ભારે પવનનાં કારણે ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ, હજારો ભક્તો વિના દર્શન પાછા ફરવા મજબૂર

રાજ્યભરમાં હાલ ભારે પવનો ફૂંકાઇ રહ્યા છે. ઉત્તર-પૂર્વથી ફૂંકાઇ રહેલા અતી ઠંડા અને વેગીલા પવનોને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો સડસડાત નીચે ઉતરી રહ્યો છે. આપને જણાવી દઇએ કે ગુરુવારનો દિવસ આ સિઝનનો સૌથી ઠંડો દિવસ હોવાનું નોંધવામાં આવ્યું છે. ગુજરાતમાં વેગીલા ઠંડા પવનોએ ઠંડી તો વધારી જ  છે પરંતુ પવનનાં કારણે દ્વારકાએ પહોંચેલા અને જઇ […]

Gujarat Others
BET DWARIKA ભારે પવનનાં કારણે ઓખા-બેટ દ્વારકા ફેરી બોટ સર્વિસ બંધ, હજારો ભક્તો વિના દર્શન પાછા ફરવા મજબૂર

રાજ્યભરમાં હાલ ભારે પવનો ફૂંકાઇ રહ્યા છે. ઉત્તર-પૂર્વથી ફૂંકાઇ રહેલા અતી ઠંડા અને વેગીલા પવનોને કારણે ગુજરાતમાં તાપમાનનો પારો સડસડાત નીચે ઉતરી રહ્યો છે. આપને જણાવી દઇએ કે ગુરુવારનો દિવસ આ સિઝનનો સૌથી ઠંડો દિવસ હોવાનું નોંધવામાં આવ્યું છે. ગુજરાતમાં વેગીલા ઠંડા પવનોએ ઠંડી તો વધારી જ  છે પરંતુ પવનનાં કારણે દ્વારકાએ પહોંચેલા અને જઇ રહેલા લોકો માટે પણ મુશ્કેલીઓ ઉભી કરી છે.

જી હા ભારે પવનને કારણે દ્વારકાનાં ઓખામાંથી બેટ દ્વારકા-ઓખા વચ્ચે ચાલતી બોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. આપને જણાવી દઇએ કે આ બોટ સર્વિસ ગઇકાલ ગુરુવારથી જ બંધ કરી દેવામાં આવી છે, જે આજે શુક્રવારે પણ યથાવત રીતે બંધ રાખવામાં આવી છે. જો કે, ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા લેવાયેલો આ નિર્ણય મુસાફરો અને કૃષ્ણ ભક્તોનાં હિતનો છે અને તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યો છે.

યાત્રિકોની સલામતીને લઈને અને પવનની અસામાન્ય ગતિને તેમજ આવા ભારે પવનમાં મોડરેટ સી ને ધ્યાનમાં રાખી બોટ સર્વિસ  બંધ કરી દેવામાં આવી છે  જે ફરી સામાન્ય સ્થિતિ થતા કાર્યરત પણ કરી દેવામાં આવશે.

પરંતુ હાલ બે દિવસથી બોટ સર્વિસ બંઘ હોવાથી હજારોની સંખ્યામાં ભગવાન કાળીયા ઠાકોરનાં દર્શન આર્થે આવતા ભક્તો નિરાશ થઇ પાછા ફરવા મજબૂર બન્યા છે. આપને જણાવી દઇએ કે સરકાર હાલ બેટ-ઓખા વચ્ચે આ સમસ્યાનાં ઉકેલ માટે સિગ્નેચર બ્રિજ પણ નિર્માણ કરાવી રહી છે, પરંતુ હાલ બ્રિજ નિર્માણ આધિન હોવાથી બોટ ફેરી એક માત્ર રસ્તો છે સામાન્ય નાગરીકો અને ભક્તોને બેટ સુધી પહોંચવાનો. ઉલ્લેખનીય છે કે પૂનમને લઈને યાત્રિકોનો ધસારો પણ દ્વારકા અત્યંત હોય છે. પોષી પૂનમને કારણે ભક્તોમનો સાગર જગત મંદિરે ઉમટતો હોય છે.  ત્યારે આવા સમયે બોટ ફેરી બંધ થતા યાત્રિકો બેટ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનથી વાંચીત રહેશે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.