Not Set/ વડોદરામાં હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટ ઝડપાયું, હોટલ મેનેજર સહિત 3 ની ધરપકડ

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે.

Gujarat Vadodara

સંસ્કારી નગરી તરીકે જાણિતા વડોદરામાંથી અવાર નવાર દેહવેપારના ધંધા ચાલતા હોવાનો પર્દાફાશ થાય છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલી ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં મંગળવારે મોડી રાત્રે SOGની ટીમે દરોડો પાડીને હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 2 યુવતી સહિત 5લોકોની અટકાયત કરીને SOGની ટીમે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી હોટલ ન્યૂ રીલેક્સ ઇન હોટલ હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. એસકોર્ટ સર્વિસની સ્કોકા નામની સાઇટ બનાવે તે ગ્રાહકોને આકર્ષિત કરતા હતા. આ ઉપરાંત અલગ-અલગ યુવતિઓના ફોટા બતાવીને ગ્રાહકોને બોલાવવામાં આવતા હતા. મહારાષ્ટ્રની યુવતીઓને બોલાવી આંતરરાજ્ય હાઈપ્રોફાઇલ સેક્ટ રેકેટ ચલાવવામાં આવતું હતું.

આ પણ વાંચો : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુરુવારે આવી શકે છે સુરત, આ છે મુખ્ય કારણ

રેડ દરમિયાન પોલીસને હોટલમાંથી 2 યુવતી મળી આવી હતી. SOGની ટીમે બંને યુવતીની સઘન પૂછપરછ શરૂ કરી હતી, જેમાં સેકેસરેકેટ ચલાવનાર માસ્ટર માઇન્ડ મહારાષ્ટ્રથી યુવતીઓ બોલાવતો હતો અને વડોદરાની ન્યૂ રીલેક્ષ ઇન હોટલમાં રાખીને સેક્સ રેકેટ ચલાવતો હતો.

એસઓજી પોલીસે રેડ પાડી સેક્સ રેકેટનો પર્દાફાશ કરતાં સયાજીગંજ પોલીસ ઉઘતી ઝડપાઇ હતી. રેડ દરમિયાન એસઓજી પોલીસે હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે એક વ્યક્તિ ફરાર થઇ ગયો હતો. રેડ દરમિયાન 39,700 રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :ચોટીલા માનતા પૂરી કરવા જતા મિયાત્રા પરિવાર નો અકસ્માત ,જેની માનતા હતી તે દીકરી અને કાકાના સ્થળે જ મોત થયા

ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ SOGની ટીમે સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા પરશુરામ ભઠ્ઠામાંથી નામચીન બૂટલેગરોનો 3.33 લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. SOGની રેડ દરમિયાન સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઊંઘતો ઝડપાયો હતો અને બૂટલેગર સાથે પોલીસની સાઠગાંઠ ખુલ્લી પડતાં સમગ્ર ડી-સ્ટાફની ટીમનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો :ગોંડલના વાસાવાડના સુજલ મયાત્રા કચ્છના કલેક્ટરના પદે : વતન વાસીઓમાં ખુશીનો માહોલ