જેતપુર/ પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

વીરપૂરના મેવાસામાં જ્યાં સાથે જીવવા મારવાના કોલ આપતું પ્રેમી યુગલ સાથે ના જીવી શક્યું ના મારી શક્યું પરંતુ સાથે જેલ ભેગું જરુરુ થયું છે.

Gujarat Others Trending
matdar yadi 3 પ્રેમીયુગલ હિના-આશિષને પ્રેમ તો ન મળ્યો, પરંતુ કર્યું એવું કે જેલની હવા ખાવાનો વારો આવ્યો

કહેવાય છે કે EVERYTHING IS FAIR IN LOVE AND WAR, પ્રેમમાં પ્રેમી કાંઈ પણ કરી જાય છે, આવો જ એક કિસ્સો છે રાજકોટ જિલ્લાના વીરપૂરના મેવાસામાં જ્યાં સાથે જીવવા મારવાના કોલ આપતું પ્રેમીયુગલ સાથે ના જીવી શક્યું ના મારી શક્યું પરંતુ સાથે જેલ ભેગું જરુરુ થયું છે.

ઘટના છે વીરપુર તાલુકાના મેવાસા ગામની ગત તારીખ 11ના રોજ ગામમાં રહેતા કિશોર ધીરુભાઈ રાદડિયા ઉ.વ. 34 તેના ઘરે બપોરે સુતા હતા ત્યારે જામકંડોરણાના મોટા ભાદરા ગામનો રહેવાસી આશિષ અરવિંદભાઈ સાકરિયા અને તેનો મિત્ર પ્રતીક વિરડીયા તેના ઘરે આવ્યા હતા. અને કિશોરની પત્ની હિના સાથે મળીને કિશોરના હાથપગ બાંધીને ગાળું દબાવીને મારવાનો પ્રયાસ કર્યો હતો.

અને સાથે કિશોરને મારીને પંખા સાથે લટકાવી દેવાની વાત કરતા હતા, ત્યારે હિનાનો પતિ કિશોર ગમેતેમ કરીને ઘરમાંથી બહાર આવીને બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલાખોર આશિષ અને પ્રતીકને પકડીને તેની ઉપર હુમલો પણ કર્યો હતો જેમાં આશિષ ઘાયલ થયો હતો. ગામ લોકોએ પોલીસને જાણ કરી આ ત્રણેય હિના, આશિષ, પ્રતિકને પોલીસ હવાલે કર્યા હતા.

બપોરે હિના તેના પ્રેમી આશિષ અને સાથીદાર પ્રતીકે જયારે કિશોર ઉપર હુમલો કર્યો ત્યારે પ્રતીકે કિશોરના પગ પકડી રાખ્યા હતા. અને હિના અને આશિષે ગળે ટૂંપો આપવાની કોશિશ કરી હતી. કિશોર ગમે તેમ કરી ને છટકી ઘરની બહાર આવ્યો હતો અને બુમાબુમ કરતા પાડોસીએ કિશોરને બચાવી લીધો હતો.

પીડિત પતિ કિશોર
પીડિત પતિ કિશોર

શા માટે હુમલો ને અને હત્યા નો પ્રયાસ

આખી વાત પ્રેમ પ્રકરણની છે. જેમાં રાજકોટ જિલ્લાના વીરપુર તાલુકાના મેવાસા ગામે રહેતા ઈજાગ્રસ્ત કિશોર ધીરુભાઈ રાદડિયાની પત્ની હિનાને જામકંડોરણા તાલુકાના મોટા ભાદરા ગામે રહેતા આશિષ અરવિંદભાઈ સાકરિયા સાથે પ્રેમ સંબંધ થઇ ગયો હતો, અને સતત મોબાઈલમાં વહટ્સએપ ઉપર મેસેજ કરતા રહેતા હતા, જેની જાણ હિનાના પતિ અને તેના કુટુંબીઓને થતા આશિષને મેવાસા બોલાવીને સમજાવ્યો હતો કે તું શા માટે બીજાનું ઘર ભાંગવાં ઉભો થયો છો, તું આ સબંધ તોડી નાખ અને અહીં બધું સમાપ્ત કર.

આશિષને મેવાસા બોલાવો અને હિના બંને ને સમજાવવાની વાત બંને ને ગમી ના હતી. જેનો બંનેને ખાર હતો,  જેને લઈએ ને હિનાએ આશિષને મેસેજે કરીને બપોરના સમયે મેવાસા બોલાવ્યો હતો અને સમગ્ર પ્લાન કર્યો હતો. જેમાં હિનાએ આશિષ ને કહ્યું કે હું કિશોરના પગ પકડી રાખીશ અને તું ગળું દબાવી ને મારી નાખજે પછી કિશોરને ચૂંદડીથી ગળે બાંધીને તને પંખે લટકાવી દેશું.

પતિ કિશોરને મારી નાખવાનો પ્લાન પત્ની હિનાએ ઘડીને તેના પ્રેમી આશિષને બોલાવ્યો હતો, પરંતુ હિના અને આશિષ તેના પ્લાનમાં સફળ થયા ના હતા. અને પાડોશીના હાથે પકડાઈ ગયા હતા.  હાલ તો હિના અને તેનો પ્રેમી આશિષ બંને હત્યા ના પ્રયાસ માં જેલ ની હવા ખાઈ રહ્યાં છે અને તને સાથ આપનાર પ્રતીક વિરડીયા પણ જેલ હવાલે છે

National / ED અને CBI ડાયરેક્ટરનો કાર્યકાળ વધારાયો, કેન્દ્ર સરકારે બે વટહુકમ બહાર પાડ્યા

દીવ / નાગવા બીચ પર દૂર્ઘટના, પેરાગ્લાઇડિંગ દરમિયાન તૂટ્યું દોરડું, દંપતી હવામાં ફંગોળાયું

ગુજરાત / મતદાર યાદી સુધારણા મહાઅભિયાન, 14 થી 28 નવેમ્બર સુધી અભિયાન