Porbandar News: પોરબંદર (Porbandar)નાં કુતિયાણા (Kutiyana)નાં પૂર્વ MLA ભુરા મુંજા જાડેજાની પત્ની હિરલબાની હાર્બર મરીન પોલીસે (Harbour Marin Police) ગુનો નોંધી ધરપકડ કરી છે.
પોરબંદર (Porbandar) મૂળના અને ઈઝરાયેલ ખાતે રહેતી લીલુ ઓડેદરા નામની મહિલાએ ભુરા મુંજા જાડેજાની પત્ની વિરૂદ્ધ મોટું લેણું હોઈ ઉઘરાણી માટે પતિ અને પુત્ર પાસે ઉઘરાણી કરાતી હોવાના વીડિયોમાં આક્ષેપો કર્યા હતા. મહિલાનાં પતિ અને પુત્રને હિરલબાએ તેના માણસો દ્વારા ઉઠાવી બંગલે ગોંધી રાખ્યા હોવાની પોલીસમાં હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા સહિત ચારથી પાંચ અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
લીલુ ઓડેદરા નામની મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરા સહિત ચારથી પાંચ અજાણ્યા શખ્સોએ રાત્રિનાં સમયે ચાર થી પાંચ આરોપીઓએ ઘરમાં ઘૂસી પિતા-પુત્રનું અપહરણ કરી દીકરીએ લીધેલા 70 લાખ રૂપિયા કઢાવવા હિરલબા જાડેજાના બંગલે લઈ જઈ હિતેશ ઓડેદરા, વિજય ઓડેદરાએ ફરિયાદીની દીકરી સાથે જમાઈની વીડિયો કોલમાં વાત કરાવી રૂપિયા કઢાવવા દબાણ કર્યુ હતું.
તેમજ પિતા-પુત્રને જમીન, પ્લોટ, દાગીના વગેરે આપી દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હિતેશ ઓડેદરાએ બળજબરી કરી હતી. ઉપરાંત, જુદા જુદા 11 કોરા ચેકમાં સહી કરાવી વિજય ઓડેદરાએ ફરિયાદીની દીકરીની નિશાની માટે રાખવામાં આવેલો દોઢ તોલાનો સોનાનો બેરખો, ચેઈન સહિત દાગીના લઈ ફરાર થયા હતા. ફરિયાદીના જમાઈને 17 દિવસ સુધી દીકરીનાં દીકરા રણજીતને 12 દિવસ સુધી બળજબરીથી 70 લાખ રૂપિયા કઢાવી હિરલબા જાડેજાના બંગલે ગોંધી રાખવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.
આ પણ વાંચો:કુતિયાણા નગરપાલિકામાં કાંધલ જાડેજાની પેનલ જીતી
આ પણ વાંચો:કુતિયાણા નગરપાલિકાનું ભ્રષ્ટ તંત્ર: કાગળ પર બગીચો બતાવી રૂ. 26 લાખ ચાંઉ કરી ગઈ
આ પણ વાંચો:કુતિયાણામાં કાંધલ જ ચાલ્યોઃ ભાજપ, કોંગ્રેસ, આપ અને 11 અપક્ષને હરાવ્યા
