છોકરીઓ બાળપણથી જ તેમના લગ્નના સપના સજાવે છે. લગ્નનું સંગીત હોય, મહેંદી હોય કે દુલ્હનની એન્ટ્રી નું સોંગ હોય. છોકરીઓ ઘણીવાર બધું પ્લાન કરે છે. આ પછી પણ જો લગ્નમાં બધું જ તેમના મન મુજબ ન હોય તો તે ગુસ્સે થવા યોગ્ય છે. સોશિયલ મીડિયા પર આ દિવસોમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં દુલ્હનનો ગુસ્સો ખૂબ ચર્ચાઈ રહ્યો છે. આ વિડીયોમાં, દુલ્હન તેની એન્ટ્રી માટે ઉભી છે પરંતુ જ્યારે એન્ટ્રીમાં તેનું મનપસંદ ગીત ન વગાડવામાં આવ્યું, ત્યારે દુલ્હન ગુસ્સે થઈ જાય છે અને એન્ટ્રી કરવાની ના પાડે છે.
આ પણ વાંચો:દરિયામાં ગુલાટી મારતી જોવા મળી દુર્લભ ગુલાબી ડોલ્ફીન, વિડીયો જોઈ અચરજમાં પડી જશો
આજકાલ મોટાભાગના લગ્નોમાં, દુલ્હનની એન્ટ્રીનું આયોજન કરવામાં આવે છે, તે મુજબ ગીતો, ડાન્સ અને કોરિયોગ્રાફી કરવામાં આવે છે. આ વીડિયોમાં, ગુલાબી રંગના લહેંગા પહેરેલી દુલ્હન ખૂબ જ પરેશાન દેખાય છે અને ગીત પર ડાન્સ કરવા માટે તેના મિત્રો અને સંબંધીઓનો ઉલ્લેખ કરતી જોવા મળે છે. જ્યારે ગીત ચાલતું નથી ત્યારે તે ગુસ્સે થાય છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને દુલ્હન માટે દુઃખી થઈ રહ્યા છે.
View this post on Instagram
આ પણ વાંચો:સુપરમાર્કેટમાં મસાલા શોધી રહી હતી મહિલા અને અચાનક સામે આવી ગયો અજગર, પછી…
આ પણ વાંચો:ડાન્સ કરતા કરતા એક મહિલા ફ્લોરથી નીચે પડી, વિડીયો વાયરલ થતા લોકો લઈ રહ્યા છે મજા
સોશિયલ મીડિયા પર આજકાલ લગ્નના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. કોરોના યુગમાં, લોકોએ લગ્નમાં આમંત્રિત મહેમાનોની સંખ્યા મર્યાદિત કરી દીધી છે, ત્યારબાદ સોશિયલ મીડિયા પર લગ્નના વીડિયો ભરાઈ ગયા છે. એવું લાગે છે કે લોકો ઓનલાઇન વીડિયો જોઈને લગ્નની મજા માણી રહ્યા છે.
આ પણ વાંચો:લાલ સાડીમાં યુવતી કર્યા આવી રીતે શાનદાર સ્ટંટ, બેકફ્લિપ જોઇને લોકો થયા દિવાના
આ પણ વાંચો:ઉત્સાહમાં આવી ભૂલી ગયા કે ક્યા ચાલી રહ્યા છે, પછી જે થયુ તે જોઇ તમે હસી નહી રોકી શકો
