Not Set/ હિટ ડિરેક્ટર કુણાલ કોહલી બનાવવા જઈ રહ્યા છે રામાયણ, જાણો શું છે ખાસ વાતો

મુંબઈ જાણીતા ડાયરેક્ટર કૃણાલ કોહલીનાં અભિનયમાં હાથ અજમાવ્યા બાદ ફરી એકવાર ડાયરેક્શન ક્ષેત્રે પરત ફરવા જઈ રહ્યા છે. આ વખતે કૃણાલ રામાયણ પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા છે. હમ-તુમ અને ફના જેવી હિટ ફિલ્મો બનાવી ચુકેલ કૃણાલ કોહલી પોતાની જિંદગીના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રામાયણને નવા અંદાજમાં રજુ કરવાને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. તેમનુ […]

Uncategorized
jdghlauaiugildugfsdk હિટ ડિરેક્ટર કુણાલ કોહલી બનાવવા જઈ રહ્યા છે રામાયણ, જાણો શું છે ખાસ વાતો

મુંબઈ
જાણીતા ડાયરેક્ટર કૃણાલ કોહલીનાં અભિનયમાં હાથ અજમાવ્યા બાદ ફરી એકવાર ડાયરેક્શન ક્ષેત્રે પરત ફરવા જઈ રહ્યા છે. આ વખતે કૃણાલ રામાયણ પ્રોજેક્ટ પર કામ કરવા જઈ રહ્યા છે.

હમ-તુમ અને ફના જેવી હિટ ફિલ્મો બનાવી ચુકેલ કૃણાલ કોહલી પોતાની જિંદગીના સૌથી મહત્વકાંક્ષી પ્રોજેક્ટ રામાયણને નવા અંદાજમાં રજુ કરવાને લઈ ખૂબ જ ઉત્સાહિત છે. તેમનુ કહેવુ છે કે આ પ્રોજેક્ટને રાજકારણથી કોઈ લેવા દેવા નથી. તેણે જણાવ્યુ કે, હું રામાયણને નવી રીતે રજુ કરીશ.

આ પાછળનુ ખાસ કારણ એ છે કે રામાયણના ચરિત્ર અને તેના સંદેશાની આજે ખૂબ જ જરુરી છે. કૃણાલે વધુમાં જણાવ્યુ કે, આપણે એવા સમયમાં જીવી રહ્યા છે. જ્યારે આપણે રામાયણના મુલ્યોની જરુરીયાત સૌથી વધુ અનુભવાઈ રહી છે. તેમણે જણાવ્યુ કે, તે ફિલ્મોમાં મોટા નામોને નહીં જાડે. આ ફિલ્મ માટે નવા કલાકારોની શોધખોળ શરુ કરવામાં આવી છે. સુપરસ્ટાર કલાકારને કાસ્ટ નહીં કરવાનુ કારણ એ છે કે લોકો પૌરાણિક કથાઓમાં ઝડપથી સુપરસ્ટારને જાઈને કનેક્ટ થઈ નથી શક્તા.

આ ફિલ્મમાં રામાયણની કેટલીક ઘટનાઓને જ દર્શાવવામાં આવશે, કારણ કે સમગ્ર રામાયણને ૩ કલાકની અંદર દર્શાવવી શક્ય નથી. મહત્વનુ છે કે છેલ્લા કેટલાક સમયથી આમિર ખાન પણ મહાભારત ફિલ્મ બનાવવાની વિચારણા કરી રહ્યો છે. આ ફિલ્મ માટે ૧૦૦૦ કરોડનુ બજેટ તૈયાર કરવામાં આવી રહ્યુ છે.