Gandhinagar/ વિધાનસભા ગૃહમાં હોબાળો, નર્મદાની કલ્પસર યોજનાને લઇને કોંગ્રેસ અને ભાજપ આમને સામને

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી. જવાહરલાલ નહેરુની ન હતી. નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહર લાલ નેહરુએ કર્યું હતું.

Top Stories Gujarat Others
gnr

ગાંધીનગરઃ વિધાસભા ગૃહમાં વિપક્ષનો હોબાળો
નર્મદાની કલ્પસર યોજનાને લઇને હોબાળો
કોંગ્રેસ અને ભાજપના ધારાસભ્ય આમને સામને
સરદાર સરોવરનું બાંધકામ સરદાર, નહેરુએ કર્યુઃ સીજે ચાવડા
કોંગ્રેસે 85 મીટર પાયામાં બાંધકામ કર્યુઃ સીજે ચાવડા
નહેરુના નામનો નીતિન પટેલે ગૃહમાં વાંધો ઉઠાવ્યો
સરદાર સરોવરની કલ્પના સરદાર પટેલની હતી નહેરુની નહીં
નીતિન પટેલે નહેરુનું નામ લેતા કોંગ્રેસે ધારાસભ્ય હોબાળો

વિધાનસભા ગૃહમાં નીતિન પટેલે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી. જવાહરલાલ નહેરુની ન હતી. નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહર લાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના અને તે સાકર થઈ એનું ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે બીજા કોઈને નહિ. નીતિન પટેલના નિવેદન સામે કોંગ્રેસના સી.જે. ચાવડાએ કહ્યું કે સરકાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા એટલે એ અમારી જ કલ્પના હતી. જોકે ક્રેડિટ લેવાની ચડસાચડસીમાં ગૃહમાં હોબાળો થયો હતો.

કલ્પસર અને નર્મદા યોજના અંગે પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતા. કોંગ્રેસ ના mla દ્વારા ગૃમાં સુત્રોચ્ચાર કરાયો હતો. જેથી સાર્જન્ટને બોલાવવાની ફરજ પડી હતી. હોબાળાને પગલે ગૃહ 15 મીનિટ માટે મોકુફ રખાયું હતું.

આ પણ વાંચો:ખોડલધામના પ્રવક્તાએ નરેશ પટેલના કોંગ્રેસમાં જોડાવાની વાતને લઈને આપ્યું મોટું નિવેદન