Not Set/ આંતરડા સુધી પહોંચ્યું વ્હાઈટ ફંગસ, મહિલાના આંતરડામાં પડી ગયું કાણું

દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા કેસને લઇ માહિતી અપાઇ છે. 49 વર્ષની મહિલાને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા થયા બાદ આ મહિનાની 13 તારીખે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Top Stories India
A 348 આંતરડા સુધી પહોંચ્યું વ્હાઈટ ફંગસ, મહિલાના આંતરડામાં પડી ગયું કાણું

દેશમાં કોરોના વાયરસની વચ્ચે બ્લેક અને વ્હાઇટ ફંગસના વધી રહેલા કેસે ચિંતા વધારી દીધી છે. દિલ્હીમાં વ્હાઇટ ફંગસનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે જેમાં ફંગસના લીધે મહિલાના આંતરડામાં કાણું પડી ગયું. વ્હાઇટ ફંગસના લીધે શરીરને પહોંચેલા આ પ્રકારના નુકસાનનો દુનિયામાં પહેલો કેસ છે.

આપને જણાવી દઈએ કે, દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલ દ્વારા કેસને લઇ માહિતી અપાઇ છે. 49 વર્ષની મહિલાને પેટમાં દુખાવો અને ઉલ્ટીની સમસ્યા થયા બાદ આ મહિનાની 13 તારીખે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મહિલા કેન્સરથી પીડિત હતી અને થોડા સમય પહેલા જ તેની કિમોથેરપી પણ થઈ હતી. જ્યારે હોસ્પિટલમાં મહિલાનું સીટીસ્કેન કરવામાં આવ્યું તો  ખબર પડી કે આંતરડામાં કાણું છે.  હોસ્પિટલમાં ચાર કલાકની સર્જરી બાદ મહિલાની ફૂડ પાઇપ નાના આંતરડા અને મોટા આંતરડામાં કાણાને બંધ કરી દીધું અને લિકવિડ લીકને રોકી દીધું.

આ પણ વાંચો :કોરોના કાળમાં દવા કંપની ઝાયડસ કેડિલાની વધુ એક હરણફાળ, મોનોક્લોનલ દવાના ટ્રાયલ માટે માંગી મંજૂરી

ડો.અરોડાએ કહ્યું કે સ્ટેરોઈડના ઉપયોગ બાદ બ્લેક ફંગસ દ્વારા આંતરડામાં કાણું પડવાના કેટલાક કેસ હાલમાં જ સામે આવ્યા છે. પરંતુ વ્હાઈટ ફંગસ દ્વારા કોવિડ-19 ઈન્ફેક્શન બાદ ફૂડ પાઈપ, નાના આંતરડા, અને મોટા આંતરડામાં કાણું પડી જવાનો આ દુનિયાનો પહેલો કેસ છે.

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકોરમાઇકોસિસના સતત વધી રહેલા કેસોએ નવી ચિંતા ઉભી કરી છે. તાજા સરકારી આંકડા પ્રમાણે દેશમાં બ્લેક ફંગસના અત્યાર સુધી 11 હજાર 717 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ ગુજરાત, મહારાષ્ટ્ર અને આંધ્ર પ્રદેશમાં છે. ગુજરાતમાં બ્લેક ફંગસના સૌથી વધુ 2 હજાર 859 કેસ નોંધાયા છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં 2770 અને આંધ્ર પ્રદેશમાં 768 કેસ સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ એક ટ્વીટ કરી આ જાણકારી આપી છે. દેશની રાજધાની દિલ્હીમાં અત્યાર સુધી બ્લેક ફંગસના 620 કેસ આવી ચુક્યા છે. તેની જાણકારી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આપી છે.

આ પણ વાંચો :મેહુલ ચોકસી અંગે મોટા સમાચાર, કૌભાંડીને ભારતને સોંપવા અંગે એન્ટીગુઆના PMએ આપી આ ખાતરી

આ પણ વાંચો : વડોદરામાં એન્જીનિયરિંગના વિદ્યાર્થી 9 માં માળથી લગાવી મોતની છલાંગ

kalmukho str 24 આંતરડા સુધી પહોંચ્યું વ્હાઈટ ફંગસ, મહિલાના આંતરડામાં પડી ગયું કાણું