Not Set/ હોલીવુડ સ્ટાર ‘ધ રોક’ ની પત્નિ જોવા મળી વેડિંગ ગાઉનમાં, કિંમત જાણી ચોંકી જશો આપ

હોલીવુડ સ્ટાર અને પૂર્વ રેસલર ડ્વેન જ્હોનસન ‘ધ રોક’ એ તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ લોરેન હશિયન સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તે એક બીચ વેડિંગ હતી, જેને ખાનગી રાખવામાં આવી હતી. રોક અને લોરેને 18 ઓગષ્ટનાં રોજ લગ્ન કર્યા હતા. તેણે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં આ કપલ ખુબ સ્ટાઇલિશ દેખાઇ રહ્યુ છે. ડ્વેન […]

World
rock 2 હોલીવુડ સ્ટાર ‘ધ રોક’ ની પત્નિ જોવા મળી વેડિંગ ગાઉનમાં, કિંમત જાણી ચોંકી જશો આપ

હોલીવુડ સ્ટાર અને પૂર્વ રેસલર ડ્વેન જ્હોનસન ‘ધ રોક’ એ તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ લોરેન હશિયન સાથે ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. તે એક બીચ વેડિંગ હતી, જેને ખાનગી રાખવામાં આવી હતી. રોક અને લોરેને 18 ઓગષ્ટનાં રોજ લગ્ન કર્યા હતા. તેણે તેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેમાં આ કપલ ખુબ સ્ટાઇલિશ દેખાઇ રહ્યુ છે. ડ્વેન વ્હાઇટ શર્ટ અને ટ્રાઉઝરમાં ડેશિંગ લુકમાં નજર આવી રહ્યો હતો, બીજી તરફ લોરેન એક સુંદર વેડિંગ ગાઉનમાં જોવા મળી હતી.

1 4556910 1 હોલીવુડ સ્ટાર ‘ધ રોક’ ની પત્નિ જોવા મળી વેડિંગ ગાઉનમાં, કિંમત જાણી ચોંકી જશો આપ

લોરેનનાં આ બ્રાઇડલ ગાઉનની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. લોરેને લગ્ન માટે Mira Zwillinger નું એક સફેદ સ્લીવલેસ ગાઉન પહેર્યું હતું. તેના ઉપર પુષ્પ ભરતકામ કરવામાં આવ્યું હતુ. આ એક ડીપ નેક ગાઉન હતુ. આ કમરથી ફીટ કરાયુ હતુ. આ ગાઉનની કિંમત લાખોમાં છે. લોરેનનું આ વેડિંગ ગાઉન $ 12,050 એટલે કે આશરે 8,62,400 રૂપિયાનું છે. આ કિંમતે તમે એક લક્ઝરી કાર ખરીદી શકો છો.

GETTY DWYANE JOHNSON LAUREN HASHIAN 1120 1 હોલીવુડ સ્ટાર ‘ધ રોક’ ની પત્નિ જોવા મળી વેડિંગ ગાઉનમાં, કિંમત જાણી ચોંકી જશો આપ

ડ્વેને રાલ્ફ લોરેનનાં પર્પલ લેબલ કલેક્શનનું આઉટફીટ પહેર્યુ હતું. તેના લગ્નનાં ફોટા ખુબ જ સુંદર લાગે છે. બંને ખૂબ ખુશ દેખાઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ડ્વેન અને લોરેન 2007 થી એક બીજાને ડેટ કરી રહ્યા છે. તેમને બે પુત્રી જૈસ્મિન (3 વર્ષ) અને ટાયના (16 મહિના) છે. તેમણે તાજેતરમાં જ તેમના લગ્નની ઘોષણા કરી હતી. ડ્વેને અગાઉ 1997 માં ડેની ગ્રાસિયા સાથે લગ્ન કર્યા હતા. ડ્વેન અને ડેની કોલેજથી જ સારા મિત્રો હતા. ડ્વેન અને ડેનીને એક પુત્રી પણ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.