Tributes/ ગુજરાતના આ બે મહાનુભાવોને ગૃહમંત્રી અમિત શાહે આપી શ્રદ્ધાંજલિ

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય આગેવાન પૂજ્ય જીવનદાદા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાન અંગે

Top Stories Gujarat
1

ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહે ભારતીય કિસાન સંઘના રાષ્ટ્રીય આગેવાન પૂજ્ય જીવનદાદા તેમજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગૃહમંત્રી અમીત શાહે ભારતીય કિસાન સંઘના સ્થાપક સભ્ય પૂજ્ય જીવણ દાદાના અવસાન અંગે આઘાત સાથે દુઃખની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે જીવન દાદાનો જન્મ કલોલ તાલુકાના જામળા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો તેઓને અભ્યાસની મર્યાદિત તકો ઉપલબ્ધ થઈ હતી તેમ છતાં તેઓએ ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે ભારતીય કિસાન સંઘ માં 40 થી વધુ વર્ષો સુધી તેઓનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.

Gujarat Bhartiya Kisan Sangh Jivanbhai Patel jivan Dada died– News18  Gujarati

CHIN / ચીન પોતાના દેશના નાગરિકોને નિ:શુલ્ક રસી આપશે…

શરૂઆતથી જ તેઓ ભારતીય કિસાન સંઘ માં જોડાયા હતા અને રાષ્ટ્રહિત ની વિચારધારા સાથે કિસાનોની સમસ્યાના ઉકેલ અને તેઓના અધિકાર તેમજ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને જનજાગૃતિ ફેલાવવા માટે કાર્યરત થયા હતા. કિસાનોના હિત અને ઉત્થાન માટે એક મિનિટના વિરામ પ્રયાસોમાં તેઓ જીવનભર રહ્યા હતા.વર્તમાન ભારતીય કિસાન સંઘના કેન્દ્રીય કારોબારીમાં સલાહકાર તરીકે કાર્યરત હતા તેઓના અવસાનથી ગુજરાતને સમગ્ર દેશમાં કૃષિ કલ્યાણ ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે.તેઓએ અંતમાં તેમના પરિવારજનો અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈશ્વર દિવંગત આત્માને શાંતિ પ્રદાન કરે તેવી ભાવના વ્યક્ત કરી હતી.

India / શિવરાજ સરકારની પહેલ,મધ્યપ્રદેશમાં લાગુ થયો લવ જેહાદ વિરુદ્ધ …

આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીના અવસાન અંગે પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે માધવસિંહ છીએ ગુજરાતના મુખ્યમંત્રી ઉપરાંત ભારતના વિદેશ મંત્રી તરીકે પણ જવાબદારી સંભાળી હતી. ગુજરાત અને દેશના રાજકિય તેમજ જાહેરજીવનમાં તેઓનો ફાળો શિરમોર હતો અને તે હંમેશા ચિરસ્મરણીય રહેશે.તેઓના દિવંગત આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના સાથે તેમના પરિવારજનો અને સમર્થકોમાં પ્રત્યે પણ તેઓએ સંવેદના વ્યક્ત કરી હતી.

Congress Senior Leader And Four Time Gujarat Former CM Madhav Singh Solanki  Passes Away - कांग्रेस नेता और गुजरात के पूर्व सीएम Madhav Singh Solanki का  94 की उम्र में निधन, पीएम

Bird Flue / બર્ડ ફ્લૂથી થઇ જજો સાવધાન, જાણો કેવી રીતે ફેલાય છે અને શું છ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…