Mahesana/ જોટાણામાં દિનદહાડે બની લૂંટની ઘટના, કોંગ્રેસ નેતાના ઘરમાં કરાઈ લાખોની ચોરી 

મહેસાણાના જોટાણામાં 5 લૂંટારુઓએ પરિવારને બંધક બનાવી 35 તોલા સોનું અને રોકડની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે બની હતી

Gujarat Others
Robbery incident happened in Jotana, theft of lakhs from Congress leader's house

મહેસાણાના જોટાણામાં 5 લૂંટારુઓએ પરિવારને બંધક બનાવી 35 તોલા સોનું અને રોકડની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઈ હતી. આ ઘટના તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘરે બની હતી. લૂંટારુઓએ પિસ્તોલ અને છરી બતાવીને ત્રણ મહિલાઓ અને બે બાળકોને લૂંટી લીધા હતા.

જોટાણા ગામમાંથી ચોંકાવનારા સમાચાર

મહેસાણાના જોટાણા ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જોટાણામાં રહેતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ મૃગેશ ચાવડાના ઘર પર લુંટારુઓએ દિવસે દિવસે હુમલો કર્યો હતો. ઘરમાં 3 મહિલા અને 2 બાળકો હતા જ્યારે 5 લૂંટારુઓ ઘરમાં ઘૂસી ગયા હતા અને બંદૂક અને છરીની અણીએ તમામને બંધક બનાવ્યા હતા. આ પછી લૂંટારુઓએ ઘરમાં લૂંટફાટ શરૂ કરી દીધી હતી.

5 લૂંટારુઓએ લગભગ દોઢ કલાક સુધી સમગ્ર પરિવારને બંધક બનાવી રાખ્યો હતો

પાંચ લૂંટારુઓએ સમગ્ર પરિવારને બંધક બનાવીને લગભગ દોઢ કલાક સુધી લૂંટ ચલાવી હતી. આશરે 35 તોલા સોનું અને રોકડની લૂંટ થઈ હતી. તેઓએ દોઢ કલાક સુધી પરિવારને બંધક બનાવીને બંદૂક અને છરી બતાવી ધમકી આપી હતી.

35 તોલા સોનું અને રોકડની લૂંટ કરી હતી

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લૂંટારુઓ કિયા સેલ્ટોસ કારમાં આવ્યા હતા. ચોખ્ખા દિવસે એક રાજકીય નેતાના ઘર પર લૂંટારુઓ હુમલો કરે છે પોલીસ તંત્રમાં પણ નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે અંદાજે 35 તોલા સોનું અને રોકડની લૂંટ થઈ હતી. ઘટનાની માહિતી મળતાં જ  મહેસાણા એલસીબી, એસઓજી અને સાંથલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પરિવારજનોની ફરિયાદના આધારે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો:Mahisagar/સગીરા બની હવસનો શિકાર, ગામના જંગલમાંથી ઘેર જતા સગીરા પર થયો બળાત્કાર 

આ પણ વાંચો:Rajkot/પેઢી બદલી પણ વિરોધીઓ એના એ જ છે, હિંમત હોય તો મેદાનમાં આવો

આ પણ વાંચો:Saurashtra Cricket Fever/સૌરાષ્ટ્રમાં ક્રિકેટ ફીવરઃ પણ વરસાદ નડી શકે