Vadodara/ કોવિડ-19ના ભંગ બદલ VMCની મોટી કાર્યવાહી, માંજલપુરનો ઇવા મોલ 3 દિવસ માટે સીલ

ગુજરાતમાં કોરોના વાયરસ એ પ્રકારે કહેર મચાવી રહ્યો છે કે, હવે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે તો બીજી બાજુ સ્મશાન ગૃહો પણ મૃતદેહોથી ભરાઈ રહ્યા છે,

Gujarat Vadodara
a 252 કોવિડ-19ના ભંગ બદલ VMCની મોટી કાર્યવાહી, માંજલપુરનો ઇવા મોલ 3 દિવસ માટે સીલ

ગુજરાતમાં કોરોના વાયરસ એ પ્રકારે કહેર મચાવી રહ્યો છે કે, હવે હોસ્પિટલમાં બેડ ખૂટી પડ્યા છે તો બીજી બાજુ સ્મશાન ગૃહો પણ મૃતદેહોથી ભરાઈ રહ્યા છે, પરંતુ આ સ્ફોટક સ્થિતિ બાદ પણ કેટલાક શહેરોમાં કોરોનાના નિયમોનું પાલન કરાતું નથી, એમાંથી વડોદરા શહેર પણ બાકાત નથી.

આ પણ વાંચો : સિવિલ હોસ્પિ.ના સિક્યુરિટી ઇન્ચાર્જને લઈ ઉઠયા સવાલો, સ્થાનિકે PMને કરી ફરિયાદ

વડોદરામાં હવે માંજલપુર વિસ્તારમાં આવેલા ઇવા મોલને 3 દિવસ માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યો છે. કોવિડ-19ના નિયમોનું ઉલ્લંઘન કરતુ હોવાનું ધ્યાનમાં આવતા આ મોલને સીલ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :ઉદય શિવાનંદ હોસ્પિટલ કેસ મામલે SITની બેઠક પૂરી, સાંજે FSL રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ બહાર આવશે : એ.કે.રાકેશ

આપને જણાવી દઈએ કે, કોરોના સંક્રમણને રોકવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં દરેક વોર્ડવાઇઝ આ ટીમ ફરી રહી છે અને માસ્ક ના પહેરનાર તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ના કરનારા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો :અમદાવાદમાં તલવારથી કેક કાપવાનો વધુ એક વીડિયો વાયરલ, પોલીસે કરી સખ્ત કાર્યવાહી 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…