લોકસભામાં પ્રજ્ઞા સિંહ ઠાકુર દ્વારા ગોડસેને દેશભક્ત કહ્યા બાદ વિપક્ષે ભાજપ પર પ્રહારો શરૂ કરી દીધા છે. જેને લઇને પ્રજ્ઞા સિંહ ઠાકુરને અંતે સદનમાં માંફી માંગવી પડી હતી. આ અંગે રત્રા મંત્રી રાજનાથ સિંહે પોતાની પ્રતિક્રિયા આપી ચુક્યા છે, તેમણે આ પ્રકારનાં નિવેદનની કડક નિંદા કરતા પ્રજ્ઞા ઠાકુરને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે આ પ્રકારની વિચારધારા સાથે તે પાર્ટીમાં નહી રહી શકે. બીજી તરફ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે પણ આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે.
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે કહ્યુ હતુ કે, નાથુરામ ગોડસે અંગે ભાજપનાં સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરની ટિપ્પણીની સરકાર અને ભારતીય જનતા પાર્ટી કડક નિંદા કરે છે. અમિત શાહે આ કાર્યક્રમમાં એક ટિપ્પણીનો જવાબ આપતા કહ્યું કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પ્રજ્ઞાનાં નિવેદનની નિંદા કરી ચૂક્યા છે અને પાર્ટીએ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું, ‘ન તો સરકાર કે ન ભાજપ આવા નિવેદનોને સમર્થન આપે છે. અમે આની કડક નિંદા કરીએ છીએ.’
ટિપ્પણીમાં કહેવામાં આવ્યું હતુ કે દેશમાં ભયનું વાતાવરણ છે અને લોકો સરકારની ટીકા કરતા ડરે છે. નોંધનીય છે કે બુધવારે લોકસભામાં એસપીજી સુધારણા બિલ પર ચર્ચા દરમિયાન પ્રજ્ઞાએ વિવાદિત ટિપ્પણી કરી હતી જ્યારે ડીએમકેનાં સભ્ય એ રાજા મહાત્મા ગાંધીની હત્યા અંગે કોર્ટમાં ગોડસેનાં નિવેદન વિશે બોલી રહ્યા હતા. પ્રજ્ઞાની ટિપ્પણી ગૃહની કાર્યવાહીમાં સામેલ નહોતી.
ગૃહમંત્રીએ આક્ષેપોને નકારી કાઠ્યા કે દેશમાં ભયનું વાતાવરણ છે. શાહે કહ્યું કે સરકાર પારદર્શક રીતે કામ કરી રહી છે. કાશ્મીરની પરિસ્થિતિ વિશે વાત કરતાં તેમણે ઉદ્યોગપતિઓને અપીલ કરી કે તેઓ તેમના પરિવાર સાથે ખીણમાં જઇને ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિને જોઇ શકે છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ લોકસભાની ચૂંટણી જીત્યા બાદ પણ તેમણે નાથૂરામ ગોડસે વિશે કહ્યું હતું કે નાથૂરામ ગોડસેએ ગાંધીજીની હત્યા કરી નહોતી, પરંતુ તેઓ દેશભક્ત હતા. તે સમયે તેમના નિવેદન અંગે મોટો વિવાદ થયો હતો. પીએમ મોદીએ તે સમયે કહ્યું હતું કે તેઓ સાધ્વીને હ્રદયથી ક્યારેય માફ કરી શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
