અમદાવાદ/ ભગવાન જગન્નાથની રથયાત્રાના પરંપરાગત રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણ કરશે

કોરોનાની મહામારી  બાદ  ભગવાન જગન્નાથની રથયાત્રા  પરંપરાગત રૂટ પર નીકળશે, ભગવાનના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્વાળુઓ ભાવ પૂર્વક જોડાશે.

Top Stories Gujarat
5 75 ભગવાન જગન્નાથની રથયાત્રાના પરંપરાગત રૂટનું ગૃહમંત્રી હર્ષ સંઘવી નિરીક્ષણ કરશે

કોરોનાની મહામારી  બાદ  ભગવાન જગન્નાથની રથયાત્રા  પરંપરાગત રૂટ પર નીકળશે, ભગવાનના દર્શન માટે ભારે સંખ્યામાં શ્રદ્વાળુઓ ભાવ પૂર્વક જોડાશે.રથયાત્રાની સુરક્ષા માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવવામાં આવ્યો છે.મેટ્રો સીટી અમદાવાદમાં લોંખડી બંદોબસ્ત હાલ જોવા મળી રહ્યો છે. જે રૂટ પરથી રથયાત્રા નીકળવાની છે તે રૂટનું નિરીક્ષણ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી કરશે.

અમદાવાદ /હાઈટેક સિક્યુરિટી સાથે યોજાશે 145મી ઐતિહાસિક રથયાત્રા, પરવાનગી વિના ચકલુય નહીં ફરકી શકે…

આ રથયાત્રામાં કોઇ અકલ્પીય બનાવ ન બને તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે, પોલીસ તંત્ર ને ખાસ કરીને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી લઈ રહ્યા છે,આ મામલે ગૃહમંત્રી પોતે તમામ માહિતી મેળવી રહ્યા છે. જે રૂટ પરથી રથયાત્રા નીકળવાની છે તેના નિરીક્ષણ માટે પણ ગૃહમંત્રી ફુટ પેટ્રોલિંગ કરશે.આ તમામ વ્યવસ્થાઓ ના રિહર્સલ સ્વરૂપે યાત્રાના રૂટ પર આજે તા.28મી જૂનના રોજ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે ફૂટ પેટ્રોલિંગ કરશે. યુવા અને નિર્ણાયક ગૃહમંત્રીનું આ પગલું લોકોમાં યાત્રાની સુરક્ષા બાબતનો વિશ્વાસ વધુ મજબૂત કરશે અને ગુજરાતના ગૌરવ સમાન અષાઢી બીજની ભગવાન જગન્નાથજીની યાત્રા હર્ષોલ્લાસ સાથે સંપન્ન થશે તેવો વિશ્વાસ વ્યક્ત થશે.

ઉલ્લેખનીય છે કે આગામી પહેલી પહેલી જુલાઇના રોજ યોજાવા જઇ રહેલી રથયાત્રાને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. તંત્રની પરવાનગી વિના આ રથયાત્રા(rathyatra)માં ચકલી પણ પ્રવેશ મેળવી શકશે નહીં. આ અંગે એક પત્રકાર પરિષદ નું આયોજન કરતાં રાજયના DGP  આશિષ ભાટિયા(ashish bhatiya)એ જણાવ્યુ હતું કે,  બે વર્ષ બાદ નીકળતી આ રથયાત્રા(rathyatra) ઐતિહાસિક હશે. કોરોના(corona)ને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ના હતું.  ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ભગવાન જગન્નાથની નાગર ચર્યાએ નીકળશે. અને રાજ્યના પોલીસ વિભાગ તરફથી ખાસ સિક્યોરિટી નું આયોજન કરવામાં આવ્યું છે