Farali food items/ ફરાળમાં ઘરે બનવો આ સ્વાદિષ્ટ સાબુદાણાના વડા, ખાવાની મજા પડી જશે

સાબુદાણા કાર્બોહાઈડ્રેટ અને ગ્લુકોઝથી ભરપૂર છે. જેના કારણે તે ઉપવાસ દરમિયાન શરીરમાં નબળાઇ આવવા દેતા નથી

Food Lifestyle
Untitled 215 ફરાળમાં ઘરે બનવો આ સ્વાદિષ્ટ સાબુદાણાના વડા, ખાવાની મજા પડી જશે

લોકો  શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા હોય છે .  જેમાં અલગ અલગ ફરાળ કરતા હોય છે .  આજે  બનાવો  સાબુદાણાના વડા. સાબુદાણાને અન્ય મસાલા સાથે મિક્સ કરીને સાબુદાણાના વડા બનાવવામાં આવી છે. સાબુદાણા કાર્બોહાઈડ્રેટ અને ગ્લુકોઝથી ભરપૂર છે. જેના કારણે તે ઉપવાસ દરમિયાન શરીરમાં નબળાઇ આવવા દેતા નથી. તમે સાબુદાણાના વડા માત્ર ઉપવાસમાં જ નહીં પણ નાસ્તા તરીકે પણ કરી શકો છો.

Untitled 216 ફરાળમાં ઘરે બનવો આ સ્વાદિષ્ટ સાબુદાણાના વડા, ખાવાની મજા પડી જશે

સામગ્રી

બાફેલા બટાકા – 3 નાના
સમારેલા લીલા મરચાં – 3
સમારેલી કોથમીર – 1 ચમચી
જરૂર મુજબ સૂકા મસાલા
સિંધવ મીઠું – 1/2 ચમચી
સીંગતેલ – તળવા માટે
સીંગદાણા
કાળા મરીનો પાવડર – 1/4 ચમચી
સાબુદાણા – 100 ગ્રામ

Untitled 217 ફરાળમાં ઘરે બનવો આ સ્વાદિષ્ટ સાબુદાણાના વડા, ખાવાની મજા પડી જશે

રીત 

સાબુદાણાને એક બાઉલમાં લો અને તેને બેથી ત્રણ વખત પાણીથી ધોઈ લો. જેના કારણે તેનો સ્ટાર્ચ નીકળી જશે. હવે તેને પાણીમાં બોળીને બે કલાક માટે બાજુ પર રાખો.બાફેલા બટાકાની છાલ ઉતારીને એના મસળી કાઢો. હવે એક બાઉલમાં મસળેલા બટાકા અને સાબુદાણા લઇ લો. એમાં ઉપરથી ધાણા, લીલું મરચું, કાળા મરીનો પાવડર, સિંધવ મીઠું અને ક્રશ કરીને સીંગદાણા નાખીને સારી રીતે મિક્સ કરી લો.હવે પોતાના હાથ પર થોડું તેલ લગાવો અને તૈયાર કરવામાં આવેલા મિશ્રણને વડાના આકારમાં બનાવો અને 5 મિનિટ માટે ફ્રિજની અંદર મૂકી દો.હવે એક પેનમાં તેલ લઇ લો અને તેલ સારી રીતે ગરમ થઇ જાય એટલે વડાને તેલમાં નાખીને દીપ ફ્રાય કરો. વડા બંને બાજુથી સોનેરી થઇ જાય ત્યાં સુધી તળો.એને તેલમાંથી બહાર કાઢીને ધાણાની ચટણી સાથે પીરસો. તમે આને મગફળી કે નારિયેળની ફરાળી ચટણી સાથે પણ પીરસી શકો. સાબુદાણાના વડાને ઉપવાસ સિવાયના દિવસોમાં પણ નાસ્તામાં લઇ શકો. આ આખો દિવસ તમને ઉર્જાથી ભરપૂર રહે છે.

Untitled 218 ફરાળમાં ઘરે બનવો આ સ્વાદિષ્ટ સાબુદાણાના વડા, ખાવાની મજા પડી જશે