વિસ્ફોટ/ અફઘાનિસ્તાનમાં ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ, ડેપ્યુટી ગવર્નર સહિત બેના મોત

તાલિબાન શાસિત અફઘાનિસ્તાન ભયાનક કાર બોમ્બ વિસ્ફોટથી હચમચી ગયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ડેપ્યુટી ગવર્નર અને તેમના ડ્રાઈવર સહિત કારના ચીથડા ઉડી ગયા હતા.

Top Stories World
Untitled 27 2 અફઘાનિસ્તાનમાં ભયાનક કાર બોમ્બ બ્લાસ્ટ, ડેપ્યુટી ગવર્નર સહિત બેના મોત

તાલિબાન શાસિત અફઘાનિસ્તાન ભયાનક કાર બોમ્બ વિસ્ફોટથી હચમચી ગયું છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ડેપ્યુટી ગવર્નર અને તેમના ડ્રાઈવર સહિત કારના ચીથડા ઉડી ગયા હતા. કારના પાર્ટસ અને બે સવારના ચીથડા દૂર દૂર સુધી પડ્યા હતા. આસપાસના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ બ્લાસ્ટ મંગળવારે અફઘાનિસ્તાનના પૂર્વોત્તર વિસ્તારમાં થયો હતો. આ કાર બોમ્બ વિસ્ફોટમાં પ્રાંતીય ડેપ્યુટી ગવર્નર અને તેમના ડ્રાઈવરનું મોત થયું હતું. તેમજ 10 જેટલા લોકો ઘાયલ થયા હતા. એક સ્થાનિક અધિકારીએ આ જાણકારી આપી છે.

બદખ્શાન પ્રાંતના ફૈઝાબાદ શહેરમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં અન્ય 10 લોકો પણ ઘાયલ થયા હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે હજુ સુધી કોઈ સંગઠને આ વિસ્ફોટની જવાબદારી લીધી નથી. બદખ્શાનના સાંસ્કૃતિક નિર્દેશક મોઝુદ્દીન અહમદીના જણાવ્યા અનુસાર, ડેપ્યુટી ગવર્નર, મૌલવી નિસાર અહમદ અહમદી, કાર વિસ્ફોટમાં ઘાયલ થયા હતા અને તેમને સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. નોંધનીય છે કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં પણ આવી જ રીતે એક કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં બદખાનના પોલીસ વડાનું મોત થયું હતું.

ખુરાસાન પ્રાંતમાં ઇસ્લામિક સ્ટેટ, જે તે સમયે ઇસ્લામિક સ્ટેટ (IS) જૂથના પ્રાદેશિક સંલગ્ન તરીકે ઓળખાય છે, તેણે વિસ્ફોટની જવાબદારી સ્વીકારી હતી. ISના પ્રાદેશિક સહયોગીએ ગયા વર્ષના વિસ્ફોટની જવાબદારી સ્વીકારતા કહ્યું હતું કે તેણે વિસ્ફોટકોથી ભરેલી કાર રોડ પર પાર્ક કરી હતી અને પોલીસ વડા કારની નજીક પહોંચતા જ તેને વિસ્ફોટ કરી દીધી હતી.

આ પણ વાંચો:અમેરિકામાં રહસ્યમયી પ્લેનનો ફાઇટર જેટે પીછો કરતાં ક્રેશ થયું, ચારના મોત

આ પણ વાંચો:વેનેઝુએલામાં પૂરને કારણે સોનાની ખાણમાં 12 મજૂરોના થયા મોત,યુએનએ આપી ચેતવણી

આ પણ વાંચો:સ્વીડનમાં શરૂ થશે સેક્સ ચેમ્પિયનશિપ, દરરોજ 6 કલાકની રમત… જાણો કેવી રીતે થશે વિજેતાનો નિર્ણય

આ પણ વાંચો:ઓડિશા ટ્રેન દુર્ઘટના પર પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે પણ વ્યક્ત કર્યો શોક