New Delhi News : મહાકુંભમાં જવા માંગતા શ્રધ્ધાળુઓની ભારે ભીડને પગલે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર ભાગદોડને કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી.નવી રેલ્વે સ્ટેશન પર સ્ટેશન પર મચેલી આ ભાગદોડને કારણે ઓછામાં ઓછા 18 લોકોના મોત થયાના અહેવાલ છે. રાત્રે અચાનક ભીડ બેકાબૂ થઈ ગઈ અને પછી નાસભાગ મચી ગઈ. ભીડ નીચે કચડાઈને ઘણા લોકો મૃત્યુ પામ્યા. દિલ્હી પોલીસ અને રેલવે ટીમોએ ઘાયલોને હોસ્પિટલ લઈ જવાનું શરૂ કર્યું.
नई दिल्ली रेलवे स्टेशन में भगदड़। किसी को तो जिम्मेदारी लेनी होगी। ये क्यों हुआ? कैसे हुआ? बेहद दुःखद दृश्य। ऐसे संवेदनशील मामले में आप जिम्मेदारी से नहीं बच सकते। pic.twitter.com/WY4jj8sHsw
— Shubham Shukla (@ShubhamShuklaMP) February 15, 2025
દિલ્હી ફાયર વિભાગની ટીમો રાત્રે લગભગ ૧૧.૨૦ વાગ્યે રેલ્વે સ્ટેશન પર પહોંચી. થોડા સમય પછી પોલીસે કહ્યું કે પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટનાને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં ભીડ જોઈને જ ઘટનાની ગંભીરતાનો અંદાજ લગાવી શકાય છે.
नई दिल्ली रेलवे स्टेशन पर ‘भगदड़ जैसी स्थिति’ के बाद की स्थित… https://t.co/SF0SoUXAr3 pic.twitter.com/xQI03SpX6Y
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) February 15, 2025
આ ભાગદોડને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. કેટલાક વીડિયો ભાગદોડ પહેલાના છે અને કેટલાક ભાગદોડ પછીના છે! પહેલાના વીડિયોમાં પ્લેટફોર્મ પર ફક્ત લોકોના માથા જ દેખાય છે, જ્યારે બીજા વીડિયોમાં પ્લેટફોર્મ અને સીડીઓ પર લોકોના ચપ્પલ, જૂતા અને કપડાં વિખરાયેલા છે. આ દ્રશ્યો હચમચાવી મુકે તેવા છે.
આ પણ વાંચો:હેલ્મેટ ડ્રાઇવના પ્રથમ દિવસે 98.96% સરકારી કર્મચારીઓએ નિયમનો કર્યો અમલ
આ પણ વાંચો:હેલ્મેટ નહિ પહેરેલા સરકારી કર્મચારી સામે થશે દંડનીય કાર્યવાહી, રાજ્ય પોલીસ વડાનો આદેશ
આ પણ વાંચો:ગયા વર્ષે અકસ્માતમાં હેલ્મેટ વિના 2767 જણાએ જીવ ગુમાવ્યા
