એશિયા કપ/ શ્રીલંકા પાસેથી છીનવાઈ શકે છે એશિયા કપની યજમાની!

એશિયા કપ 2022 આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શ્રીલંકાની ધરતી પર યોજાવાનો છે. શેડ્યૂલ મુજબ એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે.

Top Stories Sports
4 13 શ્રીલંકા પાસેથી છીનવાઈ શકે છે એશિયા કપની યજમાની!

એશિયા કપ 2022 આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શ્રીલંકાની ધરતી પર યોજાવાનો છે. શેડ્યૂલ મુજબ એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે. આ ટૂર્નામેન્ટ T20 ફોર્મેટમાં રમાશે, કારણ કે તેનાથી ઑસ્ટ્રેલિયામાં ઑક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી કરવાની તક મળશે.શ્રીલંકામાં હિંસાની વર્તમાન સ્થિતિને જોતા હવે આ દેશમાંથી એશિયા કપ 2022ની યજમાની છીનવાઈ શકે છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાએ જૂન-જુલાઈમાં 3 T20, 5 ODI અને 2 ટેસ્ટ મેચની શ્રેણી માટે શ્રીલંકાનો પ્રવાસ પણ કરવાનો છે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાની આ શ્રેણી પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે  કે 9 મેના રોજ વિરોધીઓએ શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેનું ઘર સળગાવી દીધું હતું.

શ્રીલંકામાં આવી સ્થિતિને જોતા આ દેશમાં એશિયા કપ 2022નું આયોજન જોખમમાં મુકાઈ શકે છે. મળતી માહિતી મુજબ, શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC) એ એક ઈમરજન્સી મીટિંગ બોલાવી છે, જેમાં શ્રીલંકાના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અને એશિયા કપ 2022ની યજમાની અંગે નિર્ણય લેવામાં આવશે. સ્થાનિક મીડિયાના સૂત્રોના જણાવ્યા અનુસાર એશિયા કપ 2022નું શ્રીલંકામાં આયોજન ન થવાના સંજોગોમાં દુબઈને યજમાની સોંપવા માટે ચર્ચા થઈ શકે છે.

એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને બીસીસીઆઈના સચિવ જય શાહે તાજેતરમાં કહ્યું હતું કે એશિયા કપ 2022ના આયોજન અંગે કોઈપણ નિર્ણય IPL 2022 પછી લેવામાં આવશે. જણાવી દઈએ કે 7 વખત એશિયા કપનો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર 8મા ટાઈટલ પર હશે. ટીમ ઈન્ડિયાએ વર્ષ 2016 અને 2018માં સતત બે એશિયા કપ ટાઈટલ જીત્યા છે.