Not Set/ રીલેશનશીપને સફળ બનાવવાના જાણો આ 4 સિક્રેટ

અમદાવાદ, કહેવાય છે કે કોઈપણ સંબંધ પરફેક્ટ નથી હોતો પરંતુ તેને પરફેક્ટ બનાવવો પડે છે. સંબંધ ગમે તે હોય, જેની પણ સાથે હોય પરંતુ તેને સંભાળીને રાખવો જરુરી હોય છે. એ વાત સાચી છે કે કોઈપણ રિલેશનશિપની પોતાની જરુરીયાત અને પોતાની અલગ પ્રોબ્લેમ હોય છે. પરંતુ કોઈ પણ સારા રીલેશનશિપ માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરુરી […]

Relationships
પાર્ટનર

અમદાવાદ,

કહેવાય છે કે કોઈપણ સંબંધ પરફેક્ટ નથી હોતો પરંતુ તેને પરફેક્ટ બનાવવો પડે છે. સંબંધ ગમે તે હોય, જેની પણ સાથે હોય પરંતુ તેને સંભાળીને રાખવો જરુરી હોય છે. એ વાત સાચી છે કે કોઈપણ રિલેશનશિપની પોતાની જરુરીયાત અને પોતાની અલગ પ્રોબ્લેમ હોય છે. પરંતુ કોઈ પણ સારા રીલેશનશિપ માટે કેટલીક વાતોને ધ્યાનમાં રાખવી જરુરી છે. તમને એ વાત ખબર હોવી જોઈએ કે તમારો પાર્ટનર તમારી પાસેથી કેવી આશા રાખે છે.

  1. તમે તેને એ પણ જણાવો કે આ સંબંધ તમારા માટે કેટલો મહત્વનો છે. તમારે એ વાત પણ તમારા મનમાં ફીટ બેસાડી દેવી જોઈએ કે તમારો પાર્ટનર તમારા અને સંબંધોની તમામ જરુરીયાતો પુરી નહીં કરી શકે.જો તમે આ વાત માની લેશો તો તમારા બન્ને વચ્ચે વગર કામનો મનમુટાવ એટલે કે મનભેદની શક્યતા નહીં રહે.

  2. જો તમને કોઈ સંબંધથી આનંદ મળે છે તો તેની સફળતાની જવાબદારી પણ તમારા પર જ નિર્ભર કરે છે.એટલે સંબંધ ચાહે સાસ-વહુનો હોય કે માતા-પુત્રનો અથવા બે મિત્રોનો કે પછી નવ દંપત્તિનો હોય, કોઈપણ સંબંધમાં વ્યક્તિને એડજસ્ટ થતા આવડવું જોઈએ. તેમજ આપસમાં સમાધાન કાઢી લેવુ જોઈએ. આ માટે તમારે હંમેશા તૈયાર રહેવુ જોઈએ.

  3. તમારા જીવનસાથીને તેની નબળાઈઓ ક્યારેય ના કહો,કારણકે તેનાથી કદાચ સંબંધોમાં તિરાડ પડવાની શક્યતા વધી જતી હોય છે. તેને તેની નબળાઈ સાથે અપનાવતા શીખી લેવુ જોઈએ.

  4. તમારા બન્નેના વિચારો અલગ હોઈ શકે છે,પરંતુ એનો મતલબ એવો નથી કે સામેવાળી વ્યક્તિખોટી છે. તમારી વાત તેના પર ક્યારેય થોપી ન બેસાડો અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરો અને કઈ વાત સાચી છે તેનું નિરાકરણ લાવો.