Not Set/ કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

બ્લેકફંગસથી બચવા માટે તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે તે થયા પછી દર્દી હાઇરીસ્કમાં આવી જાય છે.,તેના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. અને બને ત્યાં સુધી ડોક્ટરની સલાહ સિવાય સ્ટેરોઇડ અને કોઇ પણ પ્રકારની ઘરેલું દવાઓનો ઉપયોગ જાતે ન કરો તે વધારે હિતાવહ છે. સમયસર સારવાર મળી જાય તો આ […]

Mantavya Exclusive India
black fungas 8 1 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

બ્લેકફંગસથી બચવા માટે તકેદારી રાખવાની જરૂર છે. કારણ કે તે થયા પછી દર્દી હાઇરીસ્કમાં આવી જાય છે.,તેના લક્ષણો જણાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. અને બને ત્યાં સુધી ડોક્ટરની સલાહ સિવાય સ્ટેરોઇડ અને કોઇ પણ પ્રકારની ઘરેલું દવાઓનો ઉપયોગ જાતે ન કરો તે વધારે હિતાવહ છે. સમયસર સારવાર મળી જાય તો આ બિમારીમાંથી બચી શકાય છે..,
mucormicosis 1 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

થાય છે એવુ કે જ્યારે કોઇ દર્દીમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી જાય છે. તો તેને અનેક પ્રકારની દવાઓ આપવામાં આવે છે. જેમાં મોટા પ્રમાણમાં સ્ટેરોઇડ હોય છે. સ્ટેરોઇડ આપવાથી થાય છે એવું કે તમારા શરીરની જે ક્ષમતા હોય છે તે સંક્રમણ સામે લડવાથી ઓછી થઇ જાય છે. અને જ્યારે ઇમ્યુનિટી ઓછી થઇ થાય છે ત્યારે દર્દી હાઇરીસ્કમાં આવી જાય છે. અને કોઇ પણ બેક્ટેરિયા વાયરસ કે ફંગસ તેના પર એટેક કરે છે તો સામાન્ય દિવસની સરખામણીમાં તે ઘણો ઝડપથી તેનો શિકાર બને છે.
mucormicosis 1 1 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

આ બ્લેકફંગસના કિસ્સામાં ઘણા દર્દીઓની આંખો પણ કાઢવી પડી છે. કારણ કે તે નાકથી શરૂ કરીને આંખો સુધી પહોચી જાય છે.
ધીમે..ધીમે..આંખો લાલ થવા લાગે છે અને તે પછી સોજો આવી જાય છે. અને છેલ્લે આંખ કાઢવા સુધીની વારો આવી જાય છે. ગુજરાતમાં તો આવા અનેક કેસ સામે આવી રહયા છે. સુરતમાં બસોથી વધારે કેસો છે. તો રાજકોટમાં પણ પાંચસોથી વધારે કેસ છે.તો અમદાવાદમાં દૈનિક પચાસથી ૬૦ જેટલા કેસ આવી રહ્યા છે.
mucormicosis 3 1 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

આ બિમારીનો ઇલાજ શું છે?
તો જાણકારો કહે છે કે એક પણ એવી તકલીફ છે જે અસાધારણ છે તો તે લક્ષણો જોઇને તમારી જાતે દવા લેવાનું શરૂ ન કરતાં. તાત્કાલીક ડોક્ટરનો સંપર્ક કરવો. કારણ કે તેમાં મોડુ કરવાનો મતલબ માત્રને માત્ર મોત જ હોય છે. તેને એન્ટીફંગલ દવાઓથી સારવાર કરી શકાય છે. દેશમાં એવી કેટલી કંપનીઓ છે જેમને દેશમાં દવાઓની મંજુરી અપાઇ ચૂકી છે. જેનાથી તેની સારવાર કરી શકાય છે.

બ્લેકફંગસથી બચવા આ બાબતોનું ધ્યાન રાખો

  • શુગર લેવલને કંટ્રોલમાં રાખો
  • કોઇ પણ પ્રકારના સ્ટેરોઇડ ધ્યાનથી લો
  • ઓક્સિજન થેરાપી દરમિયાન સાફ સ્ટેરલાઇઝડ પાણીનો ઉપયોગ કરો
  • એન્ટિ બાયોટિક અને એન્ટિફંગલ દવાઓનો ઉપયોગ ધ્યાનથી કરો
  • બહાર જાઓ ત્યારે ધૂળ વાળા સ્થળો પર માસ્ક જરૂર પહેરો
  • સ્ક્રબ બાથ લેતા સમયે પર્સનલ હાઇઝીનનું ધ્યાન રાખો

mucormicosis 4 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

કેવી રીતે થાય છે નિદાન?
અમેરીકાના સંસ્થા સીડીસીએ પણ ચેવતણી જાહેર કરી છે. કે ભારતમાં એવા લોકોની ખુબ ઝડપથી ઓળખાણ કરવી જરૂરી છે. જે કોરોનાના બ્લેકફંગસથી સંક્રમિત છે. કારણ કે જો તેવું ન થયુ તો મોતના આંકડાઓ ઝડપથી વધવા લાગશે. એક તરફ કોરોનાનું ભારણ અને બીજી તરફ આ નવિ બિમારીથી સારવારમાં તબીબો લાગ્યા છે. મ્યુકોરમાઇકોસિસના લક્ષણો જણાતા દર્દીનો સી.ટી-સ્કેન અને MIR કરાવી ઇન્ફેક્શનનું પ્રમાણ ચકાસવામાં આવે છે. આ ઉપરાંત ફંગસનું સેમ્પલ લઇ તેની બાયોપ્સી કરવામાં આવે છે. આ તમામ પ્રક્રિયાના રિપોર્ટના આધારે ફંગસ આંખ, નાક અને મગજ સહિતના શરીરના કયા-કયા ભાગમાં ફેલાઇ ચૂકી છે તેનું નિદાન કરવામાં આવે છે.
mucormicosis 5 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

ડોક્ટરોનું કહેવુ છે કે જો કોરોના થાય તો વિશેષ કરીને ડાયાબિટિસના દર્દીઓએ ડાયાબિટિસમાં વધારો ન થાય તેની વિશેષ તકેદારી રાખવી જોઇએ. કોરોનાની સારવાર બાદ ખાસ કરીને ડાયાબિટિસના દર્દીઓમાં તેનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.
આ પ્રકારના દર્દીઓમાં પ્રાથમિક લક્ષણ સાયનસનું ઇન્ફેક્શન હોય છે. સાયનસનું ઇન્ફેક્શન થાય તો તેમાં ફંગલ ઇન્ફેક્શન થાય અને ત્યારબાદ તે ગતિ પકડે છે.

આવુ થાય તો ઝડપથી ચેતો જજો

  • ઉપલા જડબામાં દુખવું,
  • ઉપલા જડબાના દાંત એકદમ ઢીલા પડી જવા
  • આંખ-ગાલની આજુબાજુના ભાગમાં દર્દ થવું
  • સાયનસના ઇન્ફેક્શન સાથે માથામાં અસહ્ય દુઃખાવો થવો
  • મોઢાના ભાગમાં સોજો આવવો

mucormicosis 6 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

આવા કોઇ પણ પ્રકારના લક્ષણ જણાય તો તુરંત ઇએનટી સર્જનનો સંપર્ક કરવો જોઇએ. સિવિલ હોસ્પિટલમાંથી મળેલી જાણકારી પ્રમાણે મલ્ટીપલ બિમારીઓ વાળા લોકો માટે આમ પણ કોરોના આફત જ છે. આવા દર્દીઓમાં લોહીની ગાંઠોનું પ્રમાણ વધવાની ફરિયાદ છે અને લોહીની ગાંઠો થવાથી તેમનામાં સુગરનું પ્રમાણ પણ વધી જાય છે. તે ઉપરાંત નાક અને કાનમાં ઇન્ફેક્શન પછી ફંગસ થાય છે અને તેના લીધે આખો ચહેરો સુઝી જાય છે. તેનાથી દર્દીની આંખોને પણ અસર પહોચે છે.

black fungas 12 1 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી

આ બિમારીની શરૂઆતમાં દર્દીને પહેલાં શરદી થાય છે. તેનાથી મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવાને બદલે ઘરેલું ઉપાયો કરે છે.જેનાથી આ ઇન્ફેક્શન વધતુ જાય છે. કેટલાક સમય પછી કફ જમા થાય છે. અને તે પછી નાકની પાસે ગાંઠ બનતી જાય છે. આ ગાંઠની સીધી અસર આંખો પર જોવા મળે છે. અને આંખો ચિપકવા લાગે છે. આવુ થાય તો તરજ ત દર્દીની સારવાર શરૂ કરી દેવી જોઇએ. જો સમયસર સારવાર શરૂ થઇ જાય તો તેનાથી બચી પણ શકાય છે. આ બિમારીથી ડરવાની જરૂર નથી પણ સાવચેતી રાખવી જરૂરી છે..

black fungas 1 કેટલું જોખમી? કેવા છે તેના લક્ષણો? અને બચવા માટે શું કરવું? મ્યુકોરમાઇકોસિસની A TO Z જાણકારી