આસ્થા/ આવો જાણીએ રુદ્રાક્ષની ઉત્પત્તિ કેવી રીતે થઇ હતી ?

રુદ્રાક્ષ એ ફળનો ઠળિયો છે. તેનો ઉપયોગ આધ્યાત્મિક ક્ષેત્રમાં થાય છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરની આંખોના પાણીના બિંદુથી થઈ હતી.

Dharma & Bhakti
રુદ્રાક્ષ એ ફળનો ઠળિયો છે. તેનો ઉપયોગ આધ્યાત્મિક ક્ષેત્રમાં થાય છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન

રુદ્રાક્ષ એ ફળનો ઠળિયો છે. તેનો ઉપયોગ આધ્યાત્મિક ક્ષેત્રમાં થાય છે. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શંકરની આંખોના પાણીના બિંદુથી થઈ હતી. તેને પહેરવાથી સકારાત્મક ઉર્જા આવે છે. રુદ્રાક્ષ એ શિવનું વરદાન છે, જે ભગવાન શંકર દ્વારા વિશ્વના ભૌતિક દુઃખોને દૂર કરવા માટે પ્રગટ થયું છે.

રુદ્રાક્ષ હિંદુ દેવતા ભગવાન શિવ સાથે સંકળાયેલો છે અને સામાન્ય રીતે ભક્તો દ્વારા તેને રક્ષણાત્મક કવચ તરીકે અથવા ઓમ નમઃ શિવાય મંત્રના જાપ માટે પહેરવામાં આવે છે. આ બીજ મુખ્યત્વે ભારત અને નેપાળમાં કાર્બનિક આભૂષણો અને માળા તરીકે ઉપયોગમાં લેવાય છે. અને તેટલા જ મૂલ્યવાન છે.

 રુદ્રાક્ષને શ્રાવણ મહિનાના સોમવારના દિવસે લાલ દોરમાં પહેરવો જોઈએ.

  • રુદ્રાક્ષ એટલે રુદ્રનો અંશ, રુદ્રાક્ષની ઉત્પતી ભગવાન શિવના નેત્રમાંથી થઇ હતી.
  • રુદ્રાક્ષ હાથ, કંઠ અને હદય પર ધારણ કરી શકાય છે.
  • રુદ્રાક્ષ હાથ પર ૧૨ દાણા, કાંઠ પર ૩૬ દાણા અને હદય પર ૧૦૮ દાણા ધારણ કરાય છે.
  • રુદ્રાક્ષ અને રાશીયોગ

એકમુખી રુદ્રાક્ષ:- સાક્ષાત શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. સિંહ રાશીવાળા માટે શુભ હોય છે.

બેમુખી રુદ્રાક્ષ:-  અર્ધનારેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે. કર્ક રાશીવાળા માટે શુભ હોય છે.

ત્રણમુખી રુદ્રક્ષ:-અગ્નિ અને તેજનું સ્વરૂપ છે. સરકારી નોકરીમાં સફળતા અપાવે છે. મેષ અને વૃશ્ચિક રાશીવાળા માટે શુભ છે. તે મંગળ દૂર કરે છે.

ચારમુખી રુદ્રાક્ષ:- આ બ્રહ્માનું સ્વરૂપ છે મિથુન અને કન્યા રાશીવાળા માટે ઉત્તમ ગણાય છે. ત્વચાની સમસ્યા દૂર કરે છે.

પાંચમુખી રુદ્રાક્ષ:-આ ચોથો સર્વોત્તમ માનવામાં આવે છે. તેને કાલાગ્ની પણ કહે છે. આને ધારણ કરવાથી અદભૂત શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે.શિક્ષણ ક્ષેત્રે અને ધન, મિથુન અને મીન રાશીવાળા માટે શુભ છે.

છમુખી રુદ્રાક્ષ:- આ કાર્તિકનું સ્વરૂપ ગણવામાં આવે છે. આથિક લાભ થાય છે. તુલા અને વૃષભ રાશીવાળા માટે શુભ છે.

સાતમુખી રુદ્રાક્ષ:-આ સપ્તરૂષીનું સ્વરૂપ છે. મારક દશા અને સ્વાસ્થની સમસ્યા હોય ત્યારે આને શુભ માનવામાં આવે છે. મકર અને કુંભ રાશીવાળા માટે શુભ છે.

આઠમુખી રુદ્રાક્ષ:- અષ્ટદેવનું સ્વરૂપ માનવામાં આવે છે. અષ્ટસિધ્ધી મળે છે. તંત્ર મંત્ર અને નજરદોષ નથી લગતા. રાહુની સમસ્યાનું નિવારણ છે.

અગિયારમુખી રુદ્રાક્ષ:- સ્વયં શિવનું સ્વરૂપ છે. સંતાન સબંધી અને સંતાન પ્રાપ્તિ માટે આ શુભ છે. સારા સ્વાસ્થ અને ધંધા માટે શુભ ગણાય છે.