Not Set/ શું તમને પણ માથામાં તીવ્ર દુખાવો/ આધાશીશીની તકલીફ છે? તો સૂંઘો આ ચીજ

માથાનો દુખાવો/ આધાશીશી નો એકમાત્ર કાયમી ઇલાજ 😨😵 આજ કાલ ની ભાગદોડ ભરી જિંદગી માં માથા નો દુખાવો અને તેમાં પણ આધાશીશી ની સમસ્યા ખુબજ સામાન્ય થઈ ગઈ છે. આ સતત રહેતો દુખાવો વ્યક્તિ ને માનસિક અને શારીરિક સ્તર પર હેરાન પરેશાન કરી મૂકે છે. માથા ના દુખાવા ના કાયમી ઈલાજ માટે આહાર અને જીવનશૈલી […]

Health & Fitness Lifestyle
EP 17 Head Ache શું તમને પણ માથામાં તીવ્ર દુખાવો/ આધાશીશીની તકલીફ છે? તો સૂંઘો આ ચીજ

માથાનો દુખાવો/ આધાશીશી નો એકમાત્ર કાયમી ઇલાજ 😨😵

આજ કાલ ની ભાગદોડ ભરી જિંદગી માં માથા નો દુખાવો અને તેમાં પણ આધાશીશી ની સમસ્યા ખુબજ સામાન્ય થઈ ગઈ છે. આ સતત રહેતો દુખાવો વ્યક્તિ ને માનસિક અને શારીરિક સ્તર પર હેરાન પરેશાન કરી મૂકે છે. માથા ના દુખાવા ના કાયમી ઈલાજ માટે આહાર અને જીવનશૈલી માં ખુબજ સામાન્ય ફેરફારો કરવાથી તેમાંથી કાયમી છુટકારો મેળવી શકાય છે.

જો આધાશીશી નો દુખાવો હોય તો વ્યક્તિ ને મોટેભાગે માથા ની એક જ બાજુ સતત દુખ્યા કરે છે. તેની સાથે ઉલ્ટી, ઊબકા, તીવ્ર ઊંચા અવાજ અને રોશની થી અણગમો, ગળા નો ભાગ જકડાઈ જવો, વારંવાર પાણી ની તરસ તથા વારંવાર બાથરૂમ માટે ની ઈચ્છા થવી, હતાશા કે સ્વભાવ માં અજુગતા બદલાવ આવવા વગેરે લક્ષણો પણ જોવા મળે છે. આ દુખાવો થોડી મિનીટ થી લઇ થોડા કલાકો સુધી રહેતો હોય છે. આ અસહ્ય રહેતો દુખાવો વ્યક્તિ ને તેના રોજિંદા કાર્યો કરવામાં પણ અડચણ પેદા કરે છે. ઘણી વખત આધાશીશી નો દુખાવો શરૂં થતાં પહેલાં વ્યક્તિ ને આંખો ની આગળ ઝબકારા લાગવા, કરંટ લાગ્યો હોય તેવું અનુભવવાવું , કંઇક ભોકાતું હોય તેવો દુખાવો થવો , અંગો સુન થઈ ગયા હોય તેવું લાગવું તથા બોલવામાં તકલીફ પડવી વગેરે જેવા ચિહ્નો જણાય છે.

માથાનો દુખાવો, મુખ્યત્વે આધાશીશીના કારણો 😨😵
૧. ભાગદોડ ભરી તણાવ યુક્ત જીવનશૈલી
૨. વધુ પડતું ચા, કોફી તથા અન્ય કેફૈન યુક્ત પદાર્થો નું સેવન
૩. અપૂરતી ઊંઘ , ઊંઘ ના સમય માં અનિયમિતતા
૪. બહાર ના ખોરાક નું વધુ પડતું સેવન
૫. વધુ પડતો તીખો તળેલો ખોરાક
૬. વધુ પડતો શારીરિક શ્રમ અથવા જીવનમાં વ્યાયામ નો અભાવ
૭. વધુ પડતી તીવ્ર સુગંધ, વધુ પડતી રોશની માં તથા વધુ પડતા ધ્વનિ પ્રદુષણમાં સતત રહેવું
૮. વાતાવણમાં અચાનક થતાં ફેરફારો
૯. મહિલાઓમાં હોર્મોનમાં થતાં ફેરફારો ( મેનોપોઝ, હોર્મોનલ દવાઓ નું સેવન અને માસિક સમયે થતાં ફેરફારો )

માથાનો દુખાવો તથા આધાશીશીને દૂર કરવાના ઘરગથ્થુ ઉપાયો 😨😵🌿
૧. તુલસી ના પાન ને ઉકાળી તેની વરાળ લો.
૨. લવિંગ ને વાટી ને તેને રૂમાલ માં લપેટી સુંઘવું .
૩. ફુદીનાના પાનને વાટી ને પેસ્ટ બનાવી, તેને માથે રાખવાથી ઠંડક મળે છે.
૪. આદુ અને લીંબુ ના રસને પાણી મા ભેળવીને પીવું.
૫. શકકરિયું, ગાજર,લીલા શાભાજી ખાસ કરીને પાલક, ડ્રાય ફ્રુટ, બ્રાઉન રાઈસ, ઓમેગા ફેટી ૩ એસીડ યુક્ત આહાર, તાજો ઋતુ અનુસાર નો આહાર તથા પૂરતા પ્રમાણમાં પાણી વગેરે આધાશીશી ના દુખાવામાં રાહત આપે છે.

જીવનશૈલીમાં સૂચિત ફેરફારો : 🌿
૧. નિયમિત વ્યાયામ
૨. નિયમિત અને પૌષ્ટિક આહાર લેવો
૩. તાણમુક્ત જીવન જીવવું , ધ્યાન કરવાથી તાણ ઓછી કરી શકાય છે.
૪. નિયમિત પ્રાણાયામ અને યોગ ને જીવન માં સ્થાન આપવું
૫. વધુ પડતા કૈફીદ્રવ્યો , ખટાશ વાળા ફળો, ચોકલેટ્સ, દૂધ ની બનાવટો, બહાર મળતો પ્રિઝર્વવેટિવ વાળો ખોરાક , ચીઝ, વગેરે નું સેવન ટાળો.
૬. પૂરતી ઉંઘ લેવી
૭. વધુ પડતા તીખા, તળેલાં ખોરાક નું સેવન ટાળવું . સાત્વિક ભોજન લેવું.
૮. સમયાંતરે ઉપવાસ કરવો .

સતત રહેતો માથા નો દુખાવો / આધાશીશી ને દવા ઓ થી સમય પૂરતા ઓછા કરી શકાય છે પણ , કાયમી દૂર કરવા માટે આહાર અને જીવનશૈલી માં ફેરફારો કરવા આવશ્યક છે .

યોગ્ય જીવનશૈલી એ જ સચોટ ઉપાય !

હેલ્થ એક્સપર્ટ
ડોક્ટર વાચિની

આ પણ વાંચો-  રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા
આ પણ વાંચો-   ઘરની બહાર નીકળતાં પહેલાં કરશો આ કામ, તો ચોક્કસપણે મળશે સફળતા
આ પણ વાંચો-  માસિક સમયે સ્ત્રીઓને ક્યાંય અડવાની મનાઈ કરવા પાછળ છે ફક્ત આ કારણ
આ પણ વાંચો-   રોજ સવારે ખાલી પેટ 2 ચમચી મધમાં આ ચીજ ઉમેરી પીવાના ફાયદા

આ પણ વાંચો-  લીંબુના રસને ગરમ પાણીમાં ભેળવીને પીવો, મળશે આટલા અક્સિર ફાયદા!
આ પણ વાંચો-  ચરબીના જામેલા થર ઓગાળવા છે? જાણી લો તે માટેના ટેસ્ટી ફૂડ્સ

આ પણ વાંચો-  કબજિયાતને ભગાડો જડમૂળમાંથી, બસ રોજ 1 મિનિટ કરો આ કામ

આ પણ વાંચો-  વઘારેલી ખીચડીના વઘારમાં ભૂલ્યા વગર ઉમેરો આ ચીજ, સ્વાદ દાઢે વળગશે
આ પણ વાંચો-  Recipe: માર્કેટ જેવા જ ભાવનગરી ગાંઠિયા બનાવવામાં ઉમેરો આ ચીજ, વધી જશે સ્વાદ અને સોડમ
આ પણ વાંચો-  સંડાસ-બાથરૂમ ચમકાવો ફક્ત 5 મિનિટમાં, દરેક ડાઘા દૂર થશે ચપટી વગાડતાં
આ પણ વાંચો-  શાહી મસાલો ગણાતું ‘તમાલપત્ર’ આ રોગોનો અક્સિર ઈલાજ, ચમત્કારિક લાભાલાભ

આ પણ વાંચો-  બાંધીને ફ્રીજમાં મૂકેલા લોટનો વપરાશ કરો છો? તો જાણીને ધબકારા વધારશે આ વાત 
આ પણ વાંચો- તાંબાના પાત્રમાં પાણી પીવું આ રોગ માટેં અક્સિર! પણ ન કરશો આ ભૂલ
આ પણ વાંચો- પગની નસ ચડી જાય ત્યારે ચાટી જાવ આ ચીજ, તરત જ મળશે રાહત
આ પણ વાંચો- પેટમાં ગૅસ થવાના આ 5 કારણો છે, આજે જ બદલો આ આદત…