Not Set/ ભૂલથી બીજા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા છે? ચિંતા ન કરશો, આવી જશે તમારા રૂપિયા પરત

હવે તમારા ATM, UPI અથવા નેટ બેન્કિંગ દરમિયાન તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે, શું આપના દ્વારા કરવામાં આવેલો વ્યવહાર સાચો છે કે ખોટો? આ મેસેજમાં એક ફોન નંબર પણ આપવામાં આવશે. જો તમારાથી ભૂલથી ખોટો વ્યવહાર થયો છે તો તરત જ તે ફોન નંબર જણાવશે કે આપનાથી ખોટું ટ્રાન્ઝેક્શન થયું છે.

Business
online transfer ભૂલથી બીજા એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થયા છે? ચિંતા ન કરશો, આવી જશે તમારા રૂપિયા પરત

ઓનલાઈન પેમેન્ટ અને હવે તો UPI દ્વારા ચૂકવણી કરવાનું કામ ખૂબ જ સરળ થઇ ગયું છે. હવે મોટાભાગની બેન્કિંગ પ્રક્રિયાનો મોબાઈલ દ્વારા અથવા ઓનલાઈન થતી જતી હોવાના કારણે બેન્કમાં જઈને લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહેવાની જરૂર પડતી નથી. ઓનલાઈન પેમેન્ટ જેટલું સરળ છે તેની સાથે રિસ્ક પણ એટલું જ છે. ક્યારેક સાયબર ક્રાઈમ કે છેતરપિંડીનો શિકાર બની જવાતું હોય છે અથવા ભૂલથી એક આંકડો ખોટો પડે તો બીજાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર જઈ જતા હોય છે તેવું બનતું હોય છે. હવે રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે RBI એ બેન્કિંગ ક્ષેત્રે ઘણા ફેરફાર કર્યા છે. ખાસ કરીને ઓનલાઈન બેન્કિંગને ખૂબ જ સરળ અને સુવિધાજનક બનાવી દીધું છે. જો તમારા રૂપિયા ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા છે તો ચિંતા કરશો નહિ. તમને નીચે આપેલી ગાઈડલાઈન્સ પ્રમાણેના સ્ટેપ્સ ફોલો કરો જેથી બીજાના ખાતામાં ગાયેલા નાણા આપના ખાતામાં આવવાની પ્રોસેસ જલ્દી શરુ થઇ જાય.

આવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને RBI દ્વારા નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જો તમે ઈચ્છો તો હવે તમારા ATM, UPI અથવા નેટ બેન્કિંગ દરમિયાન તમારા મોબાઈલમાં એક મેસેજ આવશે, શું આપના દ્વારા કરવામાં આવેલો વ્યવહાર સાચો છે કે ખોટો? આ મેસેજમાં એક ફોન નંબર પણ આપવામાં આવશે. જો તમારાથી ભૂલથી ખોટો વ્યવહાર થયો છે તો તરત જ તે ફોન નંબર જણાવશે કે આપનાથી ખોટું ટ્રાન્ઝેક્શન થયું છે. RBI તમારા એક જ મેસેજ પર તરત જ એક્શન લેવાનું શરુ કરી દેશે.

જો તમારી સાથે ટ્રાન્ઝેક્શન છેતરપિંડીથી થયું હોય કે તમારી ભૂલને કારણે થયું હોય તો તેની વિગતો તરત જ  બેંકને આપો. તમે કસ્ટમર કેર નંબર પર તમારી બેંકને ફોન કરી શકો છો અથવા તમે જાતે જ બેંક શાખાની મુલાકાત લઈ શકો છો. અહીં તમારે કોના ખાતામાં પૈસા ગયા છે, તેના બેંક ખાતા, તારીખ, સમય વગેરે બધું જ જણાવવું પડશે જેથી બેન્ક જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા છે તેમનો સંપર્ક કરશે અને તેમની સાથે વાત કરી આપના એકાઉન્ટમાં રૂપિયા પરત લાવવા માટે જરૂરી પ્રોસેસ કરશે  જો સામે વાળી વ્યક્તિનો બેંક દ્વારા સંપર્ક કર્યા પછી પણ નાણાં પરત કરવાનો ઇનકાર કરે છે, તો તમે કાનૂની કાર્યવાહી કરી શકો છો. તમારે કેસ કોર્ટમાં લઈ જવો પડશે. આરબીઆઈ પણ આ નિર્દેશ આપે છે. જો કે, મામલો આ પ્રક્રિયામાં આગળ વધી શકે છે કારણ કે હવે આ મામલો કોર્ટમાં સમાધાન થશે. તમારો વ્યવહાર બેંકમાં અને કોર્ટમાં જોવા મળશે. સૌથી અગત્યની બાબત એ છે કે, જો તમે ભૂલથી પૈસા ટ્રાન્સફર કર્યા છે, તો પછી જવાબદારી તમારી બને છે, આ કિસ્સામાં બેંક પણ તેના માટે જવાબદાર નથી.

તમને એ પણ જણાવી દઈએ કે, જો તમે ભૂલથી એકાઉન્ટ નંબર ખોટો દાખલ કર્યો હોય અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય, તો તમારા પૈસા આપમેળે પાછા જમા થઈ જશે. તે જ સમયે જો તમે UPI ટ્રાન્ઝેક્શન સમયે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કર્યો હોય  તો તમારા પૈસા કપાશે નહીં કારણ કે પછી આ ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયેલું ગણાશે નહીં.