Recipe/ આ રીતે બનાવો લાલ મસૂરની તડકા દાળ, આ સ્વાદ ચોક્કસથી દાઢે વળગશે

આ રીતે બનાવો મસૂરની લચકાં પડતી દાળ, જેને તમે પરોઠા કે ફૂલકાં રોટલી સાથે સબ્જીની જેમ પણ ખાઈ શકો છો..

Food Lifestyle

આમ તો દાળમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. પરંતુ ઘણા ઘરોમાં રોજરોજ દાળ-ભાત નથી બનતા, તો ઘણા લોકોના ઘરે દરરોજ દાળ-ભાત બનતા હોય છે, કારણ કે તેમને દાળ-ભાત ખાધા વગર સંતોષ જ  નથી મળતો. ત્યારે તો ચાલો જાણી લો આ લાલ મસૂરની તડકા દાળ માટેની Recipe..

લાલ મસૂર તડકા દાળ બનાવવા માટેની સામગ્રી:

1 બાઉલ લાલ મસૂરની દાળ
2 નંગ ચોપ ટામેટાં
2 દાલચીની
4 એક લવીંગ
3 ચમચી તેલ
રાઇ
હીંગ
હળદર
કઢી પતા
2 ચમચી આદુ છીણ
2 ચમચી ઘાણા પાવડર
2 ચમચી ચોપ લીલા મરચાં
2 નંગ ચોપ કાંદા
મીઠું
1 ચમચી જીરું પાવડર
1 ચમચી મરચું પાવડર
2 ચમચી લીંબુનો રસ
કોથમીર

વઘાર માટે-
2 ચમચી ઘીમાં જીરું
2 ચમચી ચોપ લસણ
મીઠો લીમડો
લાલ સૂકા મરચા
કોથમીર

લાલ મસૂર તડકા દાળ બનાવવા માટેની રીત:

– સૌ પ્રથમ કુકરને લઈને તેમાં ધોઈને સાફ કરેલી લાલ મસૂર દાળ લઈ તેમાં 2 નંગ ચોપ ટામેટાં, 2 તજ,  4 એક લવીંગ અને જરૂર પ્રમાણે પાણી  ઉમેરી મીડીયમ ફ્લેમ પર 2 વ્હીસલ વગાડી લો.

– ત્યારબાદ પેન માં 3 ચમચી તેલ લઈ તેમાં રાઇ, હીંગ, હળદર, મીઠો લીમડો, 2 ચમચી આદુ છીણ, 2 ચમચી ઘાણા પાવડર, 2 ચમચી ઝીણાં સમારેલા લીલા મરચાં ઉમેરી સાંતળી લો.પછી તેમાં 2 નંગ ચોપ કાંદા એડ કરી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળી લો. પછી તેમાં મીઠું, 1 ચમચી જીરું પાવડર, 1 ચમચી મરચું પાવડર નાખી સાંતળીને તેમાં બાફીને તૈયાર કરેલી દાળ અને થોડું પાણી ઉમેરો. પછી તેમાં 2 ચમચી લીંબુનો રસ અને કોથમીર ઉમેકી ઉકાળે એટલે તેમાં નીચે મુજબ સામગ્રી લઈ વધાર કરી લો.

વધાર માટે- સહેજ ઘી ગરમ કરી તેમાં જીરું અને લસણ તતડાવો. પછી તેમાં મીઠો લીમડો અને લાલ સૂકા મરચા ઉમેરી આ વઘાર દાળમાં રેડો. તો તૈયાર છે સ્વાદિષ્ટ દાળ.. તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો.