Not Set/ ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવાના અતિસરળ 3 ઉપાય

મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનું  વ્યક્તિત્વ જેટલું સરળ છે તેટલા જ તેમને પ્રસન્ન કરવા પણ સરળ છે તો જ્યારે રામનવમીનું પર્વ ઉજવાઈ રહ્યું હોય ત્યારે જાણો શ્રીરામચંદ્રને પ્રસન્ન કરવાના સરળ એવા  ત્રણ ઉપાય. આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિનો પ્રવેશ થાય છે. અને માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે.પ્રભુ શ્રીરામ શ્રદ્ધાપૂર્ણ ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે રામનવમીના દિવસે […]

Navratri 2022
shree ram ભગવાન શ્રીરામને પ્રસન્ન કરવાના અતિસરળ 3 ઉપાય

મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામનું  વ્યક્તિત્વ જેટલું સરળ છે તેટલા જ તેમને પ્રસન્ન કરવા પણ સરળ છે તો જ્યારે રામનવમીનું પર્વ ઉજવાઈ રહ્યું હોય ત્યારે જાણો શ્રીરામચંદ્રને પ્રસન્ન કરવાના સરળ એવા  ત્રણ ઉપાય.

આ ઉપાયથી ઘરમાં સુખ શાંતિનો પ્રવેશ થાય છે. અને માનસિક શાંતિનો પણ અનુભવ થાય છે.પ્રભુ શ્રીરામ શ્રદ્ધાપૂર્ણ ભક્તિથી પ્રસન્ન થાય છે ત્યારે રામનવમીના દિવસે આ ઉપાય અચૂક કરવા જોઈએ.

રામનવમીના દિવસે  ઘરની સ્ત્રીએ  રાત્રે ખીર બનાવવી જોઈએ અને આ ખીરને ચંદ્રમાના અજવાળામાં રાખવી જોઈએ. ત્યાર બાદ પતિ પત્નીએ આ ખીર ખાવી જોઈએ.  આ ઉપાય થી પતિ-પત્ની વચ્ચેનો તણાવ અને અંતર દૂર થાય છે તેમજ પ્રેમ વધે છે.

બીજા ઉપાય પણ ઘણો સરળ છે  રામનવમીના પર્વે 1 વાટકીમાં ગંગા જળ અથવા તો પાણી લઇને રામ રક્ષા મંત્ર  બોલવો જોઈએ જે આ પ્રમાણે છે

ॐ श्रीं ह्रीं क्लीं रामचन्द्राय श्रीं नम:’

આ મંત્રનો જાપ 108 વાર કરવો  અને પછી આખા ઘરમાં ખૂણે ખૂણામાં આ જળનો છંટકાવ કરવો જોઈએ. જેનાથી ઘરમાં વાસ્તુદોષ તેમજ  ભૂત-પ્રેત, નજર, તંત્ર વગેરે દોષ નાશ પામે છે. આ ઉપાય તમે તમારા કાર્યસ્થળે પણ કરી શકો છો.  જે ગૃહસ્થ મંત્રનો જાપ નથી કરી શકતા તેઓ ભગવાન શ્રીરામના નામનો જાપ કરે.

ભગવાન શ્રીરામની સ્તુતિ પણ કરી શકો છો જે અતિ સરળ છે શ્રીરામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારૂણમ… આ સ્તુતિનું ઉચ્ચ સ્વરે ગાન કરો.  રામનવમીના દિવસે  ભગવાન શ્રીરામના મંદિર કે તેમની છબી સામે કોઈપણ સમયે ત્ર ણવાર આ સ્તુતિનું ગાન કરવાથી તેનું શુભ ફળ મળે છે.