florida/ અમેરિકામાં વિનાશકારી વાવાઝોડના લીધે ભારે તબાહી,જુઓ વીડિયો

અમેરિકાના ફ્લોરિડામાં શક્તિશાળી વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે થયેલી તબાહીને કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું

Top Stories World
13 22 અમેરિકામાં વિનાશકારી વાવાઝોડના લીધે ભારે તબાહી,જુઓ વીડિયો

અમેરિકાના ફ્લોરિડામાં શક્તિશાળી વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાવાઝોડાને કારણે થયેલી તબાહીને કારણે અનેક મકાનોને નુકસાન થયું હતું અને વીજ પુરવઠો ખોરવાયો હતો. આ સાથે અનેક વાહનો સંપૂર્ણ નાશ પામ્યા હતા.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા કેટલાક ભયાનક વિડીયોમાં શક્તિશાળી ટોર્નેડોના કારણે થયેલ વિનાશ દર્શાવવામાં આવ્યો છે. આ જોયા પછી, તમે પોતે જ વાવાઝોડા વિશે અનુમાન લગાવી શકશો. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં કાર એકબીજા સાથે અથડાતી જોઈ શકાય છે. ભયંકર વાવાઝોડા બાદ બચાવકર્મીઓ રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે.

ફ્લોરિડામાં આવેલા તોફાનના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. અન્ય એક વીડિયોમાં પવનને કારણે વાહનો નિયંત્રણ બહાર જતા જોઈ શકાય છે. માર્ગો પર વૃક્ષો તૂટી ગયા છે. કારની અંદરથી શૂટ કરાયેલા અન્ય એક વીડિયોમાં, કાટમાળ રસ્તા પર ફરતો જોવા મળે છે કારણ કે જોરદાર તોફાનોથી કાર હલી રહી છે. શક્તિશાળી તોફાન બાદ હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.

આ સાથે લોકોને સાવચેતીપૂર્વક ઘરની બહાર નીકળવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ વાવાઝોડા બાદ ખુદ શહેરના લોકો પણ ડરી ગયા છે. આ પહેલા એપ્રિલની શરૂઆતમાં ભારે તોફાન અને વાવાઝોડાએ યુએસમાં તબાહી મચાવી હતી. ટોર્નેડો અને વાવાઝોડામાં 21 લોકોના મોત થયા હતા અને ડઝનબંધ લોકો ઘાયલ થયા હતા. ઘણા વિસ્તારોમાં મકાનોની છત પણ ઉડી ગઈ હતી અને અન્ય મિલકતોને પણ ભારે નુકસાન થયું હતું.