Not Set/ અમેરિકામાં વાવાઝોડાએ વેર્યો વિનાશ, વિવિધ રાજ્યોમાં ખોરવાયું જનજીવન

અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં30થી વધુ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને આ દુર્ઘટનામાં ૫૫થી વધુ લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને 100 થવાની આશંકા છે.

Top Stories World
વાવાઝોડાએ

અમેરિકાના કેન્ટકી રાજ્યમાં આવેલાં ભયાનક વાવાઝોડાએ ભારે તબાહી મચાવી દીધી છે.આ વાવાઝોડાની ચપેટમાં 50થી વધુ લોકો આવી ગયા છે. અમેરિકાના કેન્ટકી સહિત છ રાજ્યોમાં30થી વધુ વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો હતો અને આ દુર્ઘટનામાં ૫૫થી વધુ લોકોનાં મોત થયા છે અને મૃત્યુઆંક વધીને 100 થવાની આશંકા છે. કેન્ટકીના ઈતિહાસમાં આ સૌથી ભયાનક રાત હતી. અર્કાન્સાસથી કેન્ટકી થઈને છ રાજ્યોમાં નાના-મોટા 30થી વધુ વાવાઝોડાં ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડાનાં કારણે સાત રાજ્યોમાં 3.40 લાખથી વધુ ઘરો અને ઓફિસોમાં અંધારપટ છવાઈ ગયો હતો. NOAA સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટર અનુસાર, અરકાનસાસ, ઇલિનોઇસ, કેન્ટકી, મિઝોરી અને ટેનેસીના પાંચ રાજ્યોમાં ઓછામાં ઓછા 24 ટોર્નેડો નોંધાયા હતા.

આ પણ વાંચો : નાણા મંત્રાલયે દેશમાં ઓમિક્રોનની અસરને લઇને શું કહ્યું જાણો વિગત…

વાવાઝોડાએ

મિસૌરી, ટેનેસી અને મિસિસિપ્પીના અનેક ભાગોમાં પણ વાવાઝોડાએ વિનાશ વેર્યો હોવાના અહેવાલો છે. માહિતી મુજબ વાવાઝોડાએ આર્કાન્સાસ અને કેન્ટકી એમ બે રાજ્યોમાં 322 કિ.મી. લાંબા વિસ્તારમાં ભારે વિનાશ વેર્યો છે. એડવર્ડ્સવિલેના ઈલિનોઈસ શહેરમાં અમેઝોનનું એક ગોડાઉન તૂટી પડયું હતું, જેમાં બે લોકોનાં મોત થયા હતા. અહીં બચાવ કામગારી ચાલુ છે. હાલ નુકસાનનો અંદાજ થઈ શકે તેમ નથી, પરંતુ ત્રણ રાજ્યોમાંથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં અનેક ઈમારતો તૂટી પડી હોવાનું, વાહનો ફંગોળાયા હોવાનું જોવા મળે છે તેમજ ઈમારતોના કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાનું મનાય છે.

આ પણ વાંચો :પ્રતિબંધિત IRFની પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિ સામે UAPA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે

વાવાઝોડાએ

મોનેટમાં અધિકારીઓએ ઈમર્જન્સીની સ્થિતિ જાહેર કરી છે અને રહેવાસીઓને સલામત સ્થળે આશ્રય લેવા જણાવ્યું છે. ઉત્તર પૂર્વીય અર્કાન્સસ, ઉત્તર પશ્ચિમી ટેનેસી અને દક્ષિણ પૂર્વી મિસૌરીમાં અનેક કાઉન્ટીઓ માટે શુક્રવારની રાતે જ વાવાઝોડાની ચેતવણી જાહેર કરાઈ હતી.  મહત્વનું છે કે મોટાભાગના પૂર્વીય યુએસ વરસાદથી પ્રભાવિત થયા છે. સ્ટોર્મ પ્રિડિક્શન સેન્ટર અનુસાર, ઓહિયો અને ટેનેસી ખીણોમાંથી ઉત્તરી ગલ્ફ રાજ્યોમાં જોરદાર વાવાઝોડું આવી શકે તેવી સંભાવના છે.

આ પણ વાંચો :ઉત્તરપ્રદેશમાં પૂર્વમંત્રી હરિશંકર તિવારીનો પરિવાર સમાજવાદી પાર્ટીમાં સામેલ થશે!

આ પણ વાંચો :મહારાષ્ટ્ર સરકારે કરી મોટી જાહેરાત, મરાઠા અનામત આંદોલનમાં માર્યા ગયેલા પરિવારજનોને આપવામાં આવશે…

આ પણ વાંચો :PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ થોડી ક્ષણો માટે થયુ Hack, જાણો શું થયુ Tweet