Mumbai/ રૂપાલીમાંથી ઝારા બનેલી યુવતીનો દર્દનાક અંત, બુરખો ન પહેરવાથી ક્રૂરતાપૂર્વક હત્યા

પોલીસના જણાવ્યા અનુસાર હિંદુ મહિલા રૂપાલીએ 2019માં મુસ્લિમ યુવક ઈકબાલ શેખ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રૂપાલીએ તેનું નામ બદલીને ઝારા કરી દીધું. વિસ્તારના પોલીસ ઈન્ચાર્જ વિલાસ રાઠોડે જણાવ્યું હતું કે ઝારા…

Top Stories India
Mumbai Crime News

Mumbai Crime News: મુંબઈમાં એક ચોંકાવનારી ઘટનામાં પતિએ કથિત રીતે બુરખો ન પહેરવાના કારણે તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. બાળકની કસ્ટડીને લઈને આરોપી અને તેની પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. બંને વચ્ચે બાળકની કસ્ટડીને લઈને બોલાચાલી થઈ રહી હતી, જેનો દર્દનાક અંત સામે આવ્યો.

પોલીસના જણાવ્યા અનુસાર હિંદુ મહિલા રૂપાલીએ 2019માં મુસ્લિમ યુવક ઈકબાલ શેખ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી રૂપાલીએ તેનું નામ બદલીને ઝારા કરી દીધું. વિસ્તારના પોલીસ ઈન્ચાર્જ વિલાસ રાઠોડે જણાવ્યું હતું કે ઝારા છેલ્લા કેટલાક મહિનાઓથી તેના પુત્ર સાથે અલગ રહેતી હતી કારણ કે ઈકબાલ શેખના પરિવારે તેના પર બુરખો પહેરવાનું દબાણ કર્યું હતું. લાંબા સમય સુધી બાળકની કસ્ટડીને લઈને બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. સોમવારે રાત્રે 10 વાગ્યે ઝારા અને ઈકબાલ શેખ બાળકની કસ્ટડી અને છૂટાછેડા અંગે વાત કરવાના હતા. આ દરમિયાન બુરખો ન પહેરવા બદલ પતિએ બાળકની કસ્ટડી માટે તેની પત્ની સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન કર્યું હતું. લાંબી લડાઈ બાદ તેણે તેની પત્ની પર છરી વડે અનેકવાર હુમલો કર્યો હતો. પીડિતાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

પોલીસ કસ્ટડીમાં આરોપી

ઘટના બાદ ઝારાના પરિચિતોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર મહિલાનું શરીર લોહીથી ખરડાયેલું હતું. પોલીસે જણાવ્યું કે આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 302 (હત્યા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ આરોપીને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી રહી છે.

આ પણ વાંચો: Rajasthan/ રાજસ્થાન કટોકટીએ બદલ્યું સમીકરણ, કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં આ મોટા નામ જોડાઈ શકે

આ પણ વાંચો: Vande Bharat Train/ 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી આપશે ગુજરાતને વંદે ભારત ટ્રેનની ભેટ

આ પણ વાંચો: Navratri/ જામનગરમાં ખેલૈયાઓ અંગારા પર રમ્યા ગરબા, જોવા લોકોની ભારે ભીડ જામી