Bollywood/ પ્રિયંકા ચોપરાને ખોળામાં બેસાડીને પતિ નિક જોનાસે કરી Kiss, કપલે આ રીતે ઉજવી ક્રિસમસ

પ્રિયંકા ચોપરા ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. પ્રિયંકા પતિ નિક જોનાસના ખોળામાં બેઠી છે અને તે તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે.

Entertainment
પ્રિયંકા ચોપરા

25મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલનો તહેવાર પૂરા ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી તે હિટ રહી હતી. પ્રિયંકા ચોપરાએ પણ પતિ નિક જોનાસ સાથે અલગ રીતે ક્રિસમસની ઉજવણી કરી હતી. પ્રિયંકા ચોપરા એ  તેના પતિ નિક જોનાસ સાથે તેમના લોસ એન્જલસના ઘરે ક્રિસમસની ઉજવણી કરી હતી. નિક જોનાસે ઈન્સ્ટાગ્રામ પર ક્રિસમસ સેલિબ્રેશનનો ફોટો શેર કરીને પત્ની પ્રિયંકા ચોપરા ને શુભેચ્છા પાઠવી છે.

આ પણ વાંચો :BTS બેન્ડના આ સભ્યને થયો કોરોના, ઓગસ્ટમાં લીધો હતો  રસીનો બીજો ડોઝ 

ક્રિસમસ સેલિબ્રેશનના નિક જોનાસે શેર કરેલા ફોટોમાં પ્રિયંકા ચોપરા ગ્રીન કલરના ડ્રેસમાં જોવા મળી રહી છે. પ્રિયંકા પતિ નિક જોનાસના ખોળામાં બેઠી છે અને તે તેને કિસ કરતો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન પ્રિયંકાએ તેના વાળમાં બન બનાવ્યો છે. નિક અને પ્રિયંકાના રોમેન્ટિક ક્રિસમસ સેલિબ્રેશનને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેમને કૂલ ફેમિલી ગણાવી રહ્યા છે તો કેટલાક તેમને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો : સ્મૃતિ ઈરાનીની દીકરીએ બોયફ્રેન્ડ સાથે કરી સગાઈ, ટીવીની તુલસીએ જમાઈને જાહેરમાં આપી આવી ચેતવણી

ફોટામાં પ્રિયંકા અને નિકના ત્રણ ડોગ પણ જોવા મળે છે. તેમાંથી એક પ્રિયંકા ચોપરાના ખોળામાં જોવા મળી રહ્યું છે. તેની બાજુમાં બે બેઠા છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં એક સુંદર ક્રિસમસ ટ્રી દેખાય છે, જેને સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ ફોટો શેર કરતા નિક જોનાસે લખ્યું- અમારા પરિવાર તરફથી તમને બધાને ક્રિસમસની શુભકામના. જણાવી દઈએ કે થોડા જ કલાકોમાં આ ફોટોને 12 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે.

આ પણ વાંચો :આ કારણોસર અનુપમા સીરીયલ બધાના દીલ પર કરે છે રાજ..

આ પણ વાંચો :બોલિવૂડ અભિનેત્રી કરતાં પણ વધુ લોકપ્રિય છે આ માસૂમ બાળકી, આજે તે ટીવીની સૌથી મોટી હિરોઈન છે, જાણો શું નામ છે?

આ પણ વાંચો :સલમાન ખાનને સાપે માર્યો ડંખ, હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા,જાણો સમગ્ર વિગત