Not Set/ લતા મંગેશકરને હજુ હોસ્પિટલમાંથી નહીં મળે રજા, કોરોનાની સાથે થયો ન્યુમોનિયા

લતા મંગેશકરના કોરોના હોવાની માહિતી સામે આવી છે, ત્યારથી ચાહકો સહિત સેલેબ્સ લતા મંગેશકરના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

Entertainment
લતા મંગેશકર

એક સાથે અનેક સુપરહિટ ગીતોને અવાજ આપનાર લતા મંગેશકર આજે કોરોનાને કારણે ICUમાં દાખલ છે. લતા મંગેશકરની હાલત પહેલા કરતાં સુધરી રહી છે. ડોક્ટરના જણાવ્યા અનુસાર લતા મંગેશકર હવે 10-12 દિવસ ડોક્ટરોની દેખરેખમાં રહેશે. 92 વર્ષીય લિજેન્ડ સિંગર  કોરોનાની સાથે સાથે ન્યુમોનિયાથી પણ પીડિત છે. રિપોર્ટ્સ અનુસાર, 92 વર્ષીય લતા મંગેશકર ઉંમરને કારણે અન્ય ઘણી સમસ્યાઓથી પણ પરેશાન છે, જેના કારણે ડોક્ટર્સ તેમની ખાસ કાળજી લઈ રહ્યા છે. ચાહકો માટે રાહતની વાત છે કે લતા મંગેશકરમાં કોરોનાના ઓછા લક્ષણો જોવા મળ્યા છે. હોસ્પિટલ ઓથોરિટીનું કહેવું છે કે લતા મંગેશકરની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. લતા મંગેશકર હાલમાં બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ છે.

આ પણ વાંચો :નિયા શર્માને શરીર સંબંધિત આ સમસ્યાઓ રડવા પર કરી રહી છે  મજબૂર!

a 54 લતા મંગેશકરને હજુ હોસ્પિટલમાંથી નહીં મળે રજા, કોરોનાની સાથે થયો ન્યુમોનિયા

જ્યારથી લતા મંગેશકરના કોરોના હોવાની માહિતી સામે આવી છે, ત્યારથી ચાહકો સહિત સેલેબ્સ લતા મંગેશકરના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. લતા મંગેશકરને વર્ષ 2019માં શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લતા મંગેશકર દેશની સૌથી લોકપ્રિય ગાયિકાઓમાંના એક છે. સંગીત અને મનોરંજન જગતમાં લતા મંગેશકરના યોગદાનને ઈચ્છા છતાં ભૂલી શકાય તેમ નથી.

લતા મંગેશકરના ભત્રીજી રચના શાહે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, લતા દીદીમાં કોરોનાના સમાન્ય લક્ષણો જણાઈ રહ્યા છે. પરંતુ એડવાન્સ સ્ટેજ અને ઉંમરને ધ્યાનમાં રાખીને આઈસીયૂમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શ્રેષ્ઠ તબીબોની ટીમ તેની સારવાર કરી રહી છે. અત્યારે તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે અને આગામી થોડા દિવસ સુધી તેમને હોસ્પિટલમાં જ રાખવામાં આવી શકે છે.

આ પણ વાંચો :આમિર ખાન સાથે કામ કરી ચુકેલા આ એક્ટરે સાઇના નહેવાલની માંગી માફી, જાણો શું છે મામલો

a 55 લતા મંગેશકરને હજુ હોસ્પિટલમાંથી નહીં મળે રજા, કોરોનાની સાથે થયો ન્યુમોનિયા

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું કે, જરુર પડશે તો હું હોસ્પિટલ જઈશ. અત્યારે તેમની તબિયત સ્થિર છે. હું ડોક્ટરો પાસેથી તેમના સ્વાસ્થ્યની અપડેટ મેળવી રહી છું. ઉલ્લેખનીય છે કે લતા મંગેશકરને દાખલ કર્યા હોવાના સમાચાર 11મી જાન્યુઆરીના રોજ મળ્યા હતા, પરંતુ ડોક્ટર પ્રતીક સમધાનીએ અમારા સહયોગી ઈટાઈમ્સને જણાવ્યું કે, લતા મંગેશકરને શનિવારે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા. ભજન સમગ્રાટ અનૂપ જલોટાએ અમારા સહયોગી નવભારત ટાઈમ્સ ઓનલાઈનને જણાવ્યું કે, લતાજી સાથે અમારી વાત થતી રહે છે. હું વોટ્સએપથી પણ તેમની સાથે જોડાયેલો છું. પરંતુ આજકાલ તે કોઈને પણ મળતા નથી. કારણકે તેમને ઝડપથી ચેપ લાગી જાય છે. તે બહાર પણ લોકોને નથી મળતા. અત્યારે તેમને કોરોના થયો છે પરંતુ ડરવાની કોઈ વાત નથી. હોસ્પિટલમાં વધારે કાળજી રાખી શકાય તે માટે દાખલ કરવામાં આવ્યા છે.

LATA MANGESKAR લતા મંગેશકરને હજુ હોસ્પિટલમાંથી નહીં મળે રજા, કોરોનાની સાથે થયો ન્યુમોનિયા

લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929ના રોજ થયો હતો. લતા મંગેશકરે સંગીત જગત અને ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં મહત્વનું યોગદાન આપ્યું છે. લતા મંગેશકરને ભારત રત્ન, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ઘણા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. લતા મંગેશકર 22 નવેમ્બર, 1999 થી 21 નવેમ્બર, 2005 સુધી સંસદ, રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. લતા મંગેશકરે 1942 માં 13 વર્ષની ઉંમરે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી અને સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેણે ઘણી ભારતીય ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે.

આ પણ વાંચો :લતા મંગેશકર બે વર્ષથી ઘરની બહાર નથી નીકળ્યા તો કોરોના કેવી રીતે થયો,જાણો વિગત

આ પણ વાંચો :આ બોલિવૂડ ગીતો સાથે મકરસંક્રાંતિના દિવસે પતંગ ચગાવવાની મજા બમણી થઈ જશે

આ પણ વાંચો :જ્હાનવી કપૂર-ખુશી કપૂરનો કોવિડ રિપોર્ટ આવ્યો નેગેટિવ, લખ્યું- પહેલા બે દિવસ હતા મુશ્કેલ