નિધન/ રામ કપૂરના પિતાનું 73 વર્ષની વયે થયું અવસાન, અમુલ કંપનીએ પાઠવી શ્રદ્ધાંજલિ

‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ જેવી પ્રખ્યાત ટીવી સીરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા રામ કપૂર ના પિતા અનિલ કપૂરનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા.

Entertainment
A 192 રામ કપૂરના પિતાનું 73 વર્ષની વયે થયું અવસાન, અમુલ કંપનીએ પાઠવી શ્રદ્ધાંજલિ

‘બડે અચ્છે લગતે હૈ’ અને ‘ક્યોંકી સાસ ભી કભી બહુ થી’ જેવી પ્રખ્યાત ટીવી સીરિયલમાં મુખ્ય પાત્ર ભજવનાર અભિનેતા રામ કપૂર ના પિતા અનિલ કપૂરનું નિધન થયું છે. તેઓ 73 વર્ષના હતા. આ સમાચાર બાદ ઉદ્યોગમાં શોકનું મોજુ  ફરી વળ્યું છે. અમુલ કંપનીએ રામ કપૂરના પિતાના અવસાન પર શ્રદ્ધાંજલિ પાઠવી છે. કંપનીએ એક જાહેરાતનો ફોટો શેર કર્યો અને કહ્યું કે, ‘તમે હંમેશા અમારા પરિવારનો ભાગ હશો’. રામ કપૂરે અમૂલની આ જાહેરાત શેર કરી છે.

આ પોસ્ટ શેર કરતા રામ કપૂરે લખ્યું કે, “અમૂલે મારા પિતાને જે શ્રદ્ધાંજલિ પાઠવી  છે તેની સામે મારી પાસે શબ્દો નથી, તે સાચું છે કે તમે સાચા લેજેન્ડ હતા પિતાજી. હું તમને ખૂબ યાદ કરું છું.”

Instagram will load in the frontend.

આ પણ વાંચો : અનુપમ ખેરે છોડ્યો અમેરિકન ટીવી શો, કેન્સરથી પીડિત પત્ની કેરણ ખેરની રાખી રહ્યો છે સંભાળ

રામ કપૂરની આ પોસ્ટ ચાહકો તેમજ સેલેબ્સ દ્વારા ઘણી પ્રતિક્રિયાઓ આકર્ષિત કરી રહી છે.

Instagram will load in the frontend.

આ સાથે, અમને રામ કપૂરની પત્ની ગૌતમી કપૂરની પોસ્ટ જોવા મળી. ગૌતમીએ 14 મી એપ્રિલે આ પોસ્ટ પરની માહિતી શેર કરી હતી, તેમણે લખ્યું હતું કે, “તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો, હું જાણું છું સૌથી મજબૂત વ્યક્તિ, ભગવાન તમારા આત્માને શાંતિ આપે.

રામ કપૂરના પિતા અનિલ કપૂર ઇન્ડસ્ટ્રીમાં ‘બિલી’ ના નામથી જાણીતા હતા. તેઓ એફસીબી યુલકાની જાહેરાત એજન્સીના સીઈઓ હતા. આપને જણાવી દઈએ કે અમૂલ આ જાહેરાત એજન્સીનો ક્લાયન્ટ હતો. અનિલ કપૂરે અમૂલની ટેગ લાઇન ‘અમૂલ ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ આપી હતી.

આ પણ વાંચો :રામાનંદ સાગરની ‘રામાયણ’ ફરી ઘરે ઘરે બનશે લોકપ્રિય, જાણો ક્યાં અને ક્યારે જોઇ શકશો

આ પણ વાંચો :કોરોનાની કપરી સ્થિતીમાં પણ મહિલાઓ મનોરંજન શોધી જ લેછે